આપ વિના બળ નહીં મેઘ વિના જળ નહીં…
|
પોતાની તાકાત એ જ સાચી તાકાત છે. એવી જ રીતે બીજા ગમે તે સ્ત્રોતમાંથી પાણી લઈએ વરસાદનું પાણી એટલે વરસાદનું પાણી. એના જેટલો જથ્થો અને મીઠાશ બીજા કોઈ પણ પાણીમાં નહીં આવે. પોતાની તાકાતનું સાચું માપ કાઢો અને તેના ઉપર મુશ્તાક રહો.
અંગ્રેજીમાં પણ કહ્યું છે કે, “SELF HELP IS THE BEST HELP”
“આપ વિના બળ નહીં”.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
