ધાન ધરપત ને ઘી સંપત

 

ધાન ધરપત ને ઘી સંપત…

 

 

માણસ જમવા બેસે ત્યારે પોતાને ભૂખ લાગી હોય તેટલું ધરાઈને ખાવવું જોઈએ. કદાચ ભાવતી વાનગી હોય તો થોડું વધારે પણ ખવાઈ જાય. અઘરૂં પડે, પણ પચી જશે. આની સરખામણીમાં શરીરની સંપત્તિ એટલે કે આરોગ્યની સ્થિતિ મુજબ શરીર પચાવી શકે તેટલું જ ઘી ખાવવું જોઈએ. વધારે ખાવા જાવ તો એની વિપરીત અસર થાય, થાય ને થાય જ.

સંપત્તિ કે લક્ષ્મીનું પણ આવું જ છે. જીરવી શકો ત્યાં સુધી વાંધો નહીં, પણ ક્યારેક જેની હેસિયત ન હોય તે એકાએક આગળ વધી જાય કે મા લક્ષ્મીજીનો કૃપાપાત્ર બની જાય ત્યારે એ નહીં જીરવી શકવાના કારણે એ સમાજ અને મિત્રો બધાથી દૂર જાય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)