બકરીની મા કેટલા દિવસ ખેર મનાવશે ?

 

બકરીની મા કેટલા દિવસ ખેર મનાવશે ?

 

બકરીનો ઉછેર દૂધ માટે ઓછો થાય છે. મોટા ભાગે માંસાહાર કરનાર લોકો માટે એને કતલખાને ધકેલી દેવાય છે. બકરીઇદ જેવા તહેવારને દિવસે પણ એની કુરબાની અપાય છે. આમ બકરીનાં બચ્ચાં જન્મે ત્યારે માં તરીકે એને આનંદ થતો હોય તો પણ ઘણા જલદી છૂટા પડવાનું છે.

જીંદગીની સલામતી બહુ ટૂંકી છે. ઝાઝા દિવસ ખેરિયત રહેવાની નથી. કોઈ વ્યક્તિ એના પર કરવામાં આવેલ હુમલો અથવા આફતમાંથી છટકી જાય ત્યારે સામેવાળો આ કહેવત વાપરતો હોય છે. અર્થ છે જોઈએ હવે કેટલા દિવસ સલામત રહે છે તે.