![]()
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી |
રાજાનું કામ રાજ્યવ્યવસ્થા ચલાવવાનું છે. રાજ્યમાં સુલેહ શાંતી જળવાઈ રહે અને સૌ પોતપોતાનું કામ સુપેરે કરી શકે જેને કારણે પ્રજા અને રાજ્ય સમૃધ્ધ બને તેનું નામ સુશાસન. એવું કહેવાય છે કે જે રાજ્યમાં વેપારીઓ નિર્ભીકપણે ધૂમ વેપાર કરીને નફો રળે, સ્ત્રીઓ ઘરેણાંથી લથબથ થઈને ઉત્સવો અને પ્રસંગો માણી શકે, ખેડૂત દ્વારા પેદા થયેલ અનાજને કારણે ધાન્ય ભંડારો ઊભરાતા રહે, કોઈ ભૂખ્યું ન રહે, કોઈ ચોરી ન કરે, કોઈ કોઈનો હક ન છીનવે એ રામરાજ્ય કહેવાય.
આ પરિસ્થિતી માટે સક્ષમ રાજ્ય વહીવટ જરૂરી છે. આ છોડીને જેવો રાજા પોતે જ વેપાર કરવા માંડે એટલે એ સીધી રીતે પોતાના જ પ્રજાજનો એવાં વેપારીઓ સાથે હરીફાઈમાં ઉતરે. મનામાની કરીને પોતાનું કામ ચલાવે. ત્યારે રાજ્યની પ્રજાને ભીખ માંગવાનો દિવસ આવે એ અર્થમાં આ કહેવત વપરાય છે.
