હીરાનો મોલ ઝવેરી જ કરે

       હીરાનો મોલ ઝવેરી જ કરે

 

હીરાની પરખ ઝવેરી જ જાણે. ગુણની કદર ગુણવાન જ કરી શકે. વસ્તુની યોગ્યતા તેનો પારખનાર જ નક્કી કરી શકે. ક્ષમતા વગર પરખ કરી શકાતી નથી. બગલો અને હંસ બંનેનો મૂળભૂત તફાવત દર્શાવતો શ્લોક કાંઈક આ પ્રમાણે છે –

હંસો શ્વેત: બકો શ્વેત:

કો ભેદ બક: હંસયો

નીરક્ષીર વિવેકેતુ

હંસો હંસ: બકો બક:

આમ નીરક્ષીર વિવેક કરવાની ક્ષમતા કોઈ પણ વસ્તુના પરીક્ષણ માટે પાયાની જરૂરિયાત છે. હીરા કે ઝવેરાત માટેની આવી ક્ષમતા ઝવેરી ધરાવે છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)