![]() ઘોડે ચડે તે પડે. |
જે વ્યક્તિ ઘોડેસવારી કરે છે તે ક્યારેક ઘોડો તોફાને ચઢે અથવા ઘોડાનો પગ ખાડામાં પડે એવા કોઈ પણ કારણોસર ઘોડા પરથી પટકાય પણ ખરો. આથી ઊલટું જો ઘોડેસવારી કરો જ નહીં અને સલામતી ખાતર ઘોડાથી દૂર જ રહો, પલાણ જ ન માંડો તો નીચે પડવાનો સવાલ જ નથી રહેતો.
ટૂંકમાં કાંઈક પ્રાપ્ત કરવું હોય તો જોખમ ઉઠાવવું પડે. જોખમ ઉઠાવ્યા વગર કશું મળતું નથી અને એ જોખમ ઉઠાવવા જતાં ક્યાંક પડાય એટલે કે નિષ્ફળ જવાય પણ ખરું.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
