વેરી આવે તો વખીયોય મૂકે, અગ્નિ શું મૂકે?
|
વેરી એટલે દુશ્મન. દુશ્મન હમલો કરે તો એનું નિશાન તમે છો. તમને એ ખતમ કરી નાખે પછી પાછળ એ ધારે તો પણ બધું જ તબાહ કરી શકતો નથી.
ક્યાંક ને ક્યાંક કશુંક તો અવશેષરૂપ બચી જ જાય છે. પણ આગ લાગે તો?
અગ્નિદેવતા તો સર્વભક્ષી છે. એના કોપમાંથી કશું જ બચી શકતું નથી. બધું જ સળગીને રાખ થઈ જાય છે. એ વાસ્તવિકતાનું વર્ણન આ કહેવત થકી થયું છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
