જેના આડી રાત એની શી વાત

 

જેના આડી રાત એની શી વાત

 

એક ખૂબ જ પ્રચલિત પંક્તિ છે – ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું’. કાળની ગતી ગહન છે. કોઈ એને પામી શકતું નથી. જે ઘટના અત્યારે ઘટી રહી છે તે હકીકત છે. આવનાર સમયમાં કંઈક અપ્રિય બનવાનું છે તેવી ધારણા મૂકી ચિંતા ન કરવી. આ જ મતલબની બીજી કહેવત છે – ‘આવતી ધાડે વખ ન ખવાય’.

બીજા અર્થમાં પણ આ કહેવત વાપરી શકાય છે. જ્યારે કોઈ પણ કામ કરવા માટે તમારી પાસે સમય હોય અને એ સમયનો ઉપયોગ કરી કામ નિપટાવી શકવાની તમારી ક્ષમતા હોય તો વચ્ચે સમય છે માટે આવતી કાલની ચિંતા કરી દુબળા ન પડવું.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)