બાપ એવા બેટા અને વડ એવા ટેટાં |
જેના અંગમાંથી પોતાનું ઘડતર થયું હોય એના ગુણ સ્વાભાવિક રીતે જ જે તે વ્યક્તિમાં આવે છે. વડના બી ભલે ખસખસ જેટલા નાના હોય પણ એ અંકુરિત થાય ત્યારે એમાંથી છોડ અને છોડનો વિકાસ થઈ ઘેઘૂર વડલો બને છે.
આમ ભલે ગંગા નદી એના ઉદગમસ્થાને નાનું ઝરણું હોય, આગળ જતાં એ મહાનદ બનીને વહે છે. પોતાના વડવા હોય તેના ગુણ બાળકમાં ઉતરે જ છે. આ કારણથી કહેવત પડી છે કે બાપ એવા બેટા અને વડ એવા ટેટાં.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)