શિયાળ તાણે સીમ ભણી ને કૂતરાં તાણે ગામ ભણી

શિયાળ તાણે સીમ ભણી ને કૂતરાં તાણે ગામ ભણી

 

સંસ્કૃતમાં એવું કહ્યું છે કે

“ટૂંડે ટૂંડે મતિરભિન્ના, કૂપે કૂપે નવમ જલમ”

એટલે કે દરેક વ્યક્તિમાં જુદી જુદી બુદ્ધિ હોય છે અને દરેક કૂવાનું જળ કંઈક નવીનતા અને વિશિષ્ટતા ધરાવે છે. આવો સમૂહ જ્યારે કોઈ મુદ્દા પર ચર્ચા કરવા ભેગો થાય ત્યારે સૌ કોઈ પોતપોતાની મતિ અને સ્વાર્થ પ્રમાણે ચર્ચાને દિશા આપવાનો પ્રયત્ન કરે છે.

દા.ત. કૂતરું માણસો વસતા હોય ત્યાં એટલે કે ગામમાં રહે છે તે સામે શિયાળ જંગલમાં રહે છે. વિભિન્ન મતવાળા વ્યક્તિઓ ભેગા થાય અને તેમના જુદા જુદા સ્વાર્થ ખાતર એક મતિ ના સાધી શકાય. સૌ પોતપોતાની દિશામાં પોતાના લાભ અને સ્વાર્થ ખાતર ખેંચાખેંચ કરે છે તે સંયોગોમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)