દિવસ પછી રાત કુદરતનો ક્રમ છે… |
કુદરતનું ચક્ર નિયમ મુજબ ચાલ્યા કરે છે. સૂર્યોદય થાય અને સૂર્ય પ્રકાશથી બધું ઝળહળી ઊઠે પણ સાંજ પડે તો એજ સૂર્ય ક્ષિતિજની પેલે પાર સંતાઈ જાય અને અંધારું છવાઈ જાય. બરાબર આ જ રીતે માણસના જીવનમાં પણ સુખનો પ્રકાશ રેલાવતો સૂર્યોદય થાય છે. એનો મધ્યાહન પણ થાય છે. સૂર્યપ્રકાશ કાયમી નથી તે જ રીતે રાતનું અંધારું અને કાલીમા પણ કાયમી નથી. એટલે જ કહેવાયું છે કે, “એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી”. સંસ્કૃતમાં શ્લોક છે.-
महाभारत –
सुखमापतितं सेव्यं दु:खमापतितं तथा ।
चक्रवत् परिवर्तन्ते दु:खानि च सुखानि च ॥
जीवन में आनेवाले सुख का आनंद ले, तथा दु:ख का भी स्वीकार करें.
सुख और दु:ख तो एक के बाद एक चक्रवत आते रहते है.
એક ગીતની પંક્તિઓ જે કોઈ પણ નિરાશ/દુ:ખી માણસને પ્રોત્સાહન આપવા લખાઈ છે તે મુજબ
रात भर का है मेहमान अंधेरा,
किसके रोके रुका है सवेरा..
रात जितनी ही संगीन होगी,
सुबह उतनी ही रंगीन होगी..
ग़म न कर गर है बादल घनेरा
किसके रोके रुका है सवेरा
रात भर का है मेहमान अंधेरा.
(ફિલ્મ : સોને કી ચિડિયા)
હતાશ કે નિરાશના થશો રાત પછી દિવસ ઉગવાનો જ છે. સુખમાં છકી ના જશો. કારણકે દિવસ પછી રાત પડવાની જ છે.
આશિક ચલચિત્રની આ પંક્તિઓ
शाम का सूरज बिंदिया बन कर सागर में खो जाए
सुबह-सवेरे वो ही सूरज आशा लेकर आए
नई उमंगें नई तरंगें आस की ज्योति जगाए रे
आस की ज्योति जगाए
तुम आज मेरे …
तुम आज मेरे संग हँस लो तुम आज मेरे संग गा लो
और हँसते-गाते इस जीवन की उलझी राह सँवारो
तुम आज मेरे …
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)