ઇન ટ્રેન્ડ રહેશે પટોળાં અને બનારસી ચણિયાચોળી

વે તહેવારોની સિઝન જામી છે તમને દરેક જગ્યાએ  50થી 70 ટકા સેલના બોર્ડ ઝૂલતાં જોવા મળશે. અને વેડિંગ કલેક્શનના એક્સિઝબિઝન પણ જોવા મળશે. સ્વાભાવિક છે કે  વેડિંગ માટેની તૈયારીઓ થોડી આગવી જ કરવી પડે છે. તહેવારોના આઉટફિટ્સ માટે ફેશન પરસ્ત યુવતીઓ મોટા ભાગે  સેલમાંથી તૈયાર આઉટફિટ્સ ખરીદી લેતી હોય છે. લગ્નના પોશાકની વાત કરીએ તો  હવે લગ્નમાં જે  યુવતી બ્રાઇડ છે તેના માટે  તો ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે  પરંતુ જે લોકો લગ્નમાં સહભાગી થઈ રહ્યા છે અને નજીકના પરિવારજનો છે તેમના માટે શું પહેરવું એ મોટો પ્રશ્ન સર્જાતો હોય છે હવે તો એક ટ્રેન્ડ ફૂલ્યો ફાલ્યો છે કે બધાએ એક સરખા રંગના જ પોશાક પહેરવા. જોકે ઘણી  સ્ત્રી પુરૂષો અને યુવક યુવતીઓ એવા હોય છે જેમને કંઇક ખાસ અને અલગ પ્રકારની વસ્ત્રસજ્જા ગમતી હોય છે  આવું અળગ પસંદ કરનારા માટે આ વખતે પટોળા સાડી, ચણિયાચોળી અને શેરવાન તેમજ કુર્તા એકમદ ઇન ટ્રેન્ડ બની રહેશે.આપણાં ગુજરાતમાં પટોળા  સાડી અને ડિઝાઇન કેટલી લોકપ્રિય છે તે તો ગીત છેલાજી રે મારી હાટું પાટણથી પટોળાં મોંઘા લાવજો. તેમા રૂડાં રે મોરલિયા ચિતરાવજોમાં સરસ રીતે વણી લેવામાં આવી છે તો લોકોક્તિ કહો કે કહેવત  કહો પટોળાની ગુણવત્તા અંગે એક વાક્ય જાણીતું છે કે ફાંટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત…તે બાબત જ પટોળાના કારીગરોની પટોળા બનાવવાની લાક્ષણિકતાને દર્શાવે છે.

આપણે પહેલા પટોળા ફેશનની વિગતે વાત કરીએ તો પટોળું એ ગુજરાતી સ્ત્રીઓની પહેલી પસંદ રહ્યું છે મોર પોપટ અને હાથી ઘોડાની આગવી રીતે બનતી ડિઝાઇન એ ગુજરાતની આગવી પરંપરા અને ઓળખ છે.જોકે તેને વિશ્વ સ્તરે તો ખ્યાતિ મળી જ છે પરંતુ  હવે  આ પટોળા લગ્નસરા અને અન્ય ખાસ પ્રસંગોએ  એક આગવી પસંદ બની રહ્યા છે. જે યુવતીઓ આખી પટોળા સાડી પહેરવા ન માંગતી હોય તે પટોળા ચણિયાચોળીનો ઓપ્શન સરળતાથી અપનાવી શકે છે.

પટોળા સાડી અને કુર્તા તેમજ ચણિયાચોળીની  સાચવણી તો કરવી જ પડે છે પરંતુ તેમાં મોટા ભાગે અલગ અલગ પ્રકારના સિલ્ક મટિરિયલ વપરાતા હોવાથી તે  પ્રસંગની શાન વધારી દે છે.વળી સિલ્ક પોતે જ હેવી મટિરિયલ છે તેમજ પટોળાની ડિઝાઇન પણ ભરચક હોય છે તેના કારણે તમારે હેવી જ્વેલરીનો ભાર નથી વેઠવો પડતો. તેથી જ આજે ભૂલાઈ ગયેલા પટોળા ફરી એક વાર પસંદગીનું કારણ બન્યા છે. જોકે ફેશનના બદલાતા ટ્રેન્ડમાં પટોળા થોડા અલગ રીતે સામે આવ્યા છે. નવરાત્રિના તહેવાર વખતે કેટલીક યુવતીઓએ કોટન પટોળા ઘાઘરા ટ્રાય કર્યા હતા. પરંતુ સિલ્ક પટોળા ચણિયાચોળી  એ આ લગ્નસરામાં પહેલી પસંદ અને ટ્રેન્ડમાં બની રહેશે.પટોળાનો ટ્રોન્ડ ચલણમાં આવતા પટોળા બનાવનાર કારીગરો તેમજ પટોળા બનાવવાની કળા સાથે  વર્ષોશી સંકળાયેલા પરિવારોને કેટલુંક  મહત્વ અને આર્થિક રોજગારી મળી રહી છે તે સૌથી મોટો પ્રશ્ન છે. જોકે  કેટલાક કારીગરોએ કરેલા ઉલ્લેખ મુજબ હવે ફેશનના નવા ટ્રેન્ડમાં આવતા  પટોળાને કારણ ફરીથી એક વાર લોકોનું ધ્યાન આ તરફ ખેંચાયું છે.  તે આશાસ્પદ બાબત છે.

આ ઉપરાંત આ વખતે બનારસી  ચણિયાચોળી અને સાડીઓ પણ ચલણમાં છે જેની વાત આપણે આગામી આર્ટિકલમાં કરીશું.