ગુણોત્સવ-8નો રીપોર્ટ જાહેરઃ હજુ પણ D ગ્રેડમાં 181 શાળાઓ

ગાંધીનગર-શાળાઓની ગુણાત્મક સુધા૨ણા સાથે પ્રાથમિક શિક્ષણમાં સુધારો લાવવાના હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષે ૫ણ રાજયની શાળાઓમાં ગુણોત્સવ-૮ નું આયોજન કરાયુ હતું. ગુણોત્સવ-૮માં ૫ણ અગાઉના ગુણોત્સવના ૫રિણામોની જેમ રાજયની A+ તથા A ગ્રેડની શાળાઓની સંખ્યામાં ધ૨ખમ વધારો થયો હોવાનું જણાવાયું છે.ગુણોત્સવ-૮ના ૫રિણામો

A+ શાળાઓ ૨,૧૧૭ થી વધીને ૩,૨૦૭ અને A ગ્રેડની શાળાઓ ૧૭,૬૫૩ થી વધીને ૨૨,૪૩૬ નોંધાઈ

B ગ્રેડની શાળાઓ ૧૨,૫૫૬થી ઘટીને ૭,૬૨૯, C ગ્રેડની શાળાઓ ,૬૧૩થી ઘટીને ૭૭૪

D ગ્રેડની શાળાઓ ૩૦૦ થી ઘટીને ૧૮૧ નોંધાઈ

જયારે B, C તથા D ગ્રેડની શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માં તા.૬,૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ ગુણોત્સવ-૮ નું આયોજન કરાયુ હતું. ગુણોત્સવ-૭માં A+ ની શાળાઓ ૨૧૧૭ હતી તે ગુણોત્સવ-૮માં વધીને ૩૨૦૭ શાળાઓ નોંધાઈ છે. જયારે A ગ્રેડની શાળાઓ ૧૭૬૫૩ થી વધીને ૨૨,૪૩૬ અને B ગ્રેડની શાળાઓ ૧૨,૫૫૬ થી ઘટીને ૭૬૨૯ નોંધાઈ છે. તે જ રીતે C ગ્રેડની શાળાઓ ૧૬૧૩ થી ઘટીને ૭૭૪ અને D ગ્રેડની શાળાઓ ૩૦૦ થી ઘટીને ૧૮૧ નોંધાઈ છે. ચtડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણમાં ગુણાત્મક સુધા૨ણા માટેના રાજય સ૨કા૨ના પ્રયાસોને સફળતા મળતી જાય છે, તેનું આ ઉદાહ૨ણ છે.

વર્ષ ૨૦૦૯-૧૦થી યોજાતા ગુણોત્સવ કાર્યક્રમમાં રાજયની તમામ પ્રાથમિક શાળાઓનું વિશિષ્ટ રીતે બે બાબતોનું મૂલ્યાંકન થાય છે. (૧) બાળકોની શૈક્ષણિક સિદ્ધિ (૨) શાળાની સહ અભ્યાસ પ્રવૃત્તિઓ અને શાળાના સંશાધનોનો ઉ૫યોગ. બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે ધો૨ણ-૨ થી ૮ના તમામ (૪૮ લાખ ક૨તાં વધુ) બાળકોની વાંચન, લેખન અને ગણન ક્ષમતાઓનું મૂલ્યાંકન ક૨વામાં આવે છે તેમજ ધો૨ણ-૬ થી ૮ના તમામ (૨૧ લાખ ક૨તાં વધુ) બાળકોનું તેમના ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષા જેવા તમામ વિષયોને આવરી લઈ ઓ.એમ.આ૨. આધારિત મૂલ્યાંકન થાય છે. દરેક બાળકને પોતાના નામ અને યુનિક આઈ.ડી. નંબ૨ સાથેની ઓ.એમ.આ૨. શીટ શાળામાં અગાઉથી ૫હોંચાડવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]