‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ શીખવે છે આ બોધપાઠ…

ફિલ્મ જોઈને માલૂમ પડે છે કે કશ્મીર તો જ્ઞાનના ભંડારસમાન હતું. હું તો ફિલ્મ જોઈને અવાચક રહી ગઈ.

‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ મહાન પ્રાચીન ભારતીય વિદ્વાન અને ફિલસૂફ લોકો દ્વારા કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે. વિદ્વાન અને ફિલસૂફ વ્યક્તિઓ હિમાલયની સ્વર્ગસમાન સુંદર પર્વતમાળામાં અભ્યાસ કરવા અને ધ્યાન ધરવા માટે કશ્મીર ગયા હતા અને ભારતની બહુપ્રસિદ્ધ હસ્તલિખિત પ્રતોની રચના કરી હતી.

એમના ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ તથા વિદ્વતાને કારણે જ એમને નામ મળ્યું હતું – કશ્મીરી પંડિત !!

જેમ કે, જ્ઞાનને જ શક્તિ તરીકે ગણવામાં આવે છે, તેમ વિદેશી આક્રમણકારોને પણ એ આકર્ષિત કરે છે. દાયકાઓ સુધી વારંવાર આક્રમણો થવાને કારણે રહિશોનું ધર્મપરિવર્તન કરવામાં આવતાં કશ્મીરી પંડિતોનો સમાજ, જે બહુમતીમાં હતો તે લઘુમતીમાં આવી ગયો હતો. આમ જે નવી બહુમતીનું નિર્માણ થયું હતું એમને વિજ્ઞાન અને તર્કશાસ્ત્રનું કોઈ જ્ઞાન નહોતું, તેથી આસાનીથી ભડકાવી શકાતા હતા.

આખરે, સ્થાપિત હિતોએ અંકુશ જમાવ્યો અને બહુમતીને લઘુમતી વિરુદ્ધ ઝગડાવી મારી. એમની તાકાત અને ક્રૂર અત્યાચારોને કારણે કશ્મીરી પંડિતોને હિજરત કરવાની ફરજ પડી હતી. કશ્મીર ભારતનો જ અવિભાજ્ય અંગ હોવા છતાં કશ્મીરની બહારથી કોઈની પણ મદદ લેતા સ્થાપિત હિતોએ લોકોને રોક્યા. કશ્મીરી પંડિતોને એમના જાન બચાવવા માટે ભારતમાં અન્યત્ર અને વિદેશમાં ભાગી જવું પડ્યું હતું.

મને યાદ છે, જયપુરની RECમાં B Techના બીજા વર્ષ દરમિયાન હોસ્ટેલમાં મારી જે રૂમ-સાથી હતી એને કશ્મીરમાં ઉગ્રવાદ ફાટી નીકળવાને કારણે 1989માં એની કોલેજ બંધ કરી દેવાતાં એને શ્રીનગર RECમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી અને બીજા વર્ષમાં પુનર્વાસિત કરવામાં આવી હતી. મને ત્યારે તો કશ્મીરની ગંભીરતા સમજાઈ નહોતી, પરંતુ બીજા કોઈને પણ સમજાઈ હશે એવું હું માનતી નથી.

આ બોધપાઠ શીખવા મળ્યાઃ

  • સત્ય અને ન્યાય લોકશાહીના આધારસ્તંભ હોવા જોઈએ.
  • ખોટી રજૂઆત-વર્ણન ખતરનાક બની શકે છે.
  • જનતા માટે ગુણવત્તાસભર શિક્ષણ મહત્ત્વપૂર્ણ છે.
  • પ્રશાસનમાં પારદર્શક્તા અને લોકોમાં સંદેશવ્યવહારની આપ-લે શાંતિપૂર્ણ રાષ્ટ્ર માટે મુખ્ય ચાવી સમાન છે.
  • ઉપરની બાબતોના અભાવને કારણે જ કમનસીબ ઐતિહાસિક ઘટનાઓ બની ગઈ અને પેઢીઓ માટે વૈમન્સનું નિર્માણ કરી ગઈ. એવી ઘટનાઓ નિવારી શકાય, નિવારવી જ જોઈએ.

(ઈન્દુ રાવ)