તમારા સપનાનાં શહેરો માટેની સુંદરતા

CourtesyNykaa.com

મોસમ છે તમારા ડેસ્ક પરથી જ નકશાઓનો અભ્યાસ કરવાની, ટિકિટ બુક કરાવવાની અને દિવાસ્વપ્ન નિહાળવાની. ઉનાળો જામ્યો છે એ સાથે જ આ વર્ષ માટેના ટોચના પ્રવાસસ્થળોનુું એક હોટ લિસ્ટ અહીં પ્રસ્તુત છે.

તમારે ઘૂમવા જેવા દુનિયાભરનાં સ્થળોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે, કેરોનાં રણથી લઈને માલ્ટાની પથરાળ શેરીઓ, મસ્તીભર્યા મેક્સિકોથી લઈને એકદમ શાંત એવું સેશેલ્સ.

અહીં પ્રસ્તુત છે અમુક ઉત્તમ કોસ્મેટિક પ્રોડક્ટ્સ જે દ્વારા તમે 2019માં પરફેક્ટ વેકેશન લુક્સ મેળવી શકો છોઃ


કે-પોપ માટે જાણીતું છે, અહીં ગગનચૂંબી ઈમારતો અને પર્વતોની હારમાળાનો ગજબનો વિરોધાભાસ જોવા મળે છે, મોઢામાં પાણી લાવી દે એવા બારબેક્યૂઝ છે અને સાથોસાથ આ જ સ્થળ સ્કિનકેરમાં નવીનતા લાવવા માટે પણ દુનિયાભરમાં જાણીતું છે. આ ઉનાળામાં જો કોઈને ઓરિએન્ટ એક્સપ્રેસમાં સફર કરવી હોય તો સોલ શહેર પરફેક્ટ સ્થળ છે.

સવારમાં જેનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલે છે એવી આ ભૂમિ પર તમે લેન્ડિંગ કર્યું? તો હવે અપનાવો નાજુક અને નમણી કોરિયન છોકરીઓ જેવો સુંદર લુક. એના માટે  પીચ અથવા ગુલાબી હાઈ-શાઈન ગ્લોસનો ઉપયોગ કરો, એને મેચ થાય એ માટે પાંપણને સિમ્પલ રીતે મોનોટોન રાખો અને ત્વચાને એવી ચમકીલી રાખો એવું લાગે કે જાણે હમણાં જ શાવર લીધો હોય.

સ્થાનિક આકર્ષણઃ

જો તમે સાહસવૃત્તિનો અનુભવ કરતાં હો તો તમે અહીંયા રહો ત્યાં સુધી એકદમ કોરિયન સુંદરતા અપનાવોઃ snail slime and salmon egg masks, placenta and pig collagen serum

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Nykaa Gloss it Up! High Shine Lip Gloss – 04 Star CrossedMakeup Revolution Liquid Highlighter


નિર્જન, સફેદ રેતીવાળા સમુદ્રકિનારા, કરકરા ટોસ્ટાડા, ટેકિલા અને મરિયાચી સંગીતની ધૂનો માટે જાણીતું મેક્સિકો તમને સ્વાદ અને મોજમસ્તી દ્વારા તમારા દુઃખોને દૂર કરવામાં મદદ કરશે.

ઈવા લોન્ગોરિયા અને સલમા હાયેક જેવાં મેક્સિકોનાં વતની તો કહે છે, લેટિન સ્વાદ તમારી સેક્સ અપીલ પર પ્રભાવ પાડે એવો છે. જો તમારી ત્વચા શ્યામરંગી અથવા સૂર્યના પ્રકાશથી કાળી પડી ગઈ હોય તો ક્રીમી ન્યૂડ લિપ, પ્લમી અથવા પીચ રંગનું બ્લશ, અને બોલ્ડ આંખો માટે ઘણો બધો મસ્કારા અને લાઈનર.

સ્થાનિક આકર્ષણઃ

અહીંના દેશી એવોકાડો માસ્ક ટ્રાય કરવાનું ભૂલશો નહીં અને તેપેસ્કોઈતે સ્કિન ક્રીમ લાવવાનું ભૂલતા નહીં, કારણ કે કોષોનાં પુનરુત્પાદન માટે આ ચમત્કારિક તત્ત્વ તરીકે જાણીતું છે.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Nykaa So Matte Lipstick – Caramel Mocha 21M, NYX Professional Makeup High Definition Blush – Intuition, Maybelline New York The Colossal Volum Express Mascara


મોરોક્કોઃ આ નામ વાંચીને જ આપણી નજર સામે આવી જાય પ્રવૃત્તિથી ધમધમતી સ્ટીલ બજારો અને સોનીઓ, તાડના વૃક્ષ અને કિલ્લા, મેઘરેબી રહસ્યસભર રણની તસવીરો અને મસાલા અને ચાની ઉત્તેજક કાલ્પનિક સુગંધ.

અહીંની બોહેમિયન પ્રથા મુજબ સ્ત્રીઓ આંખોમાં કાજળ બહુ લગાડે છે. ભમ્મરને સરસ આકાર આપીને લુકને સંપૂર્ણ બનાવો અને ઠસ્સો જમાવો.

સ્થાનિક આકર્ષણઃ

અહીંના યુગો પુરાણા હમ્મામ (ટર્કિશ બાથ)ની મુલાકાત લેવા જેવી છે, જેનાથી ત્વચા સુંવાળી બને છે. અને પાછા આવો ત્યારે થોડીક ઘાસ્સોલ (લાલ રંગની માટી) લાવવાનું ભૂલતા નહીં, કારણ કે આ ખનિજ તત્ત્વ ત્વચા પર ચમત્કારિક અસર ઉપજાવે એવું છે.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: PAC Intense Auto Kohl Pencil, Freedom Pro Brow Pencil – Dark Brown


જો આ વખતની મોસમમાં તમે સૂર્ય, સમુદ્ર અને સમુદ્રનાં મોજાંને અગ્રતા આપી હોય તો સેશલ્સ કરતાં વધારે સારું સ્થળ બીજું કોઈ નથી. હનીમૂન સ્થળ તરીકે તો આ લોકપ્રિય છે જ, પરંતુ અહીંના દરિયાનાં ટર્ક્વોઈઝ રંગનું પાણી, દુર્લભ સમુદ્રી-જીવો અને ચાંચિયાઓના ભૂતકાળની વાતો જાણીને તમે ચકિત રહી જશો.

સમુદ્રકિનારાઓ જોઈને તમને દરિયામાં નાહવાનું મન થઈ જશે. તમારા સનસ્ક્રીનમાં BB ક્રીમને મિક્સ કરો, થોડુંક ટિન્ટેડ લિપ બામ લગાડો, તમારાં વાળને સોલ્ટ સ્પ્રે લગાડીને લપેટી લો અને તમારાં શરીર પર બ્રોન્ઝરનું એક હલકું આવરણ લગાડી દો – અને લાવી દો તમારી કાયા પર આઈલેન્ડ-ગર્લ જેવી ચમકદમક.

સ્થાનિક આકર્ષણઃ

તમારી ત્વચા પર અનુકૂળ એવું લિકોરનું આવરણ લગાડી દો. આ એવી બોડી ટ્રીટમેન્ટ છે જેમાં તાજી કેરી, કેળું અને પપૈયાનો સમાવેશ હોય છે.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: L.A. Girl HD PRO BB Cream, Kiehl’s Butterstick Lip Treatment SPF 25 – Simply Rose અને Wella Professionals EIMI Ocean Spritz Salt Spray For Beachy Texture


ઈજિપ્તના પિરામીડ્સ, પ્રાચીન શાસકો (ફેરો)ની વાર્તાઓ, પ્રાચીન દંતકથાઓ અને નાઈલ નદીને જોવાની તાલાવેલી છે? તો એવું લાગે છે કે કૈરોની ધરતી તમને બોલાવે છે. કૈરો એ વિશ્વમાં સૌથી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા પાટનગર શહેરોમાંનું એક છે. આ ઈજિપ્તના મુગટના રત્ન જેવું છે. આ શહેર વિશેની રહસ્યપૂર્ણ વાતોમાં તમે ઓતપ્રોત થઈ જશો.

દેશનાં સૌથી સુંદર દેવી કરતાં બીજા કોની પાસેથી વધારે સારી પ્રેરણા મળી શકે? તમે નસીબદાર છો કે આ મોસમમાં ક્લિઓપેટ્રા જેવો આંખનો મેકઅપ ટ્રેન્ડમાં છે. ઈજિપ્શિયન વિંગ પહેરો અને હોઠને માટી જેવા રંગથી રંગો અને તમારા ગાલને પણ હલકું કોન્ટુર કરો.

સ્થાનિક આકર્ષણઃ

ક્લિઓનાં પુસ્તકમાંથી થોડોક ઉપદેશ લો અને મૃત સાગર (The Dead Sea)ના ક્ષાર અથવા મોરિંગા ઓઈલનો ઉપયોગ કરો જે યુવાની ટકાવી રાખતી હોવાની માન્યતા છે.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Inglot Kohl Pencil, L’Oreal Paris Rouge Magique Lipstick – 904 Divine Mocha અને L.A. Girl Pro Contour Powder


મેટ્રીઓશ્કા ઢીંગલીઓ, રોમાનોવ વંશના રાજાઓ, ક્રેમલિનના મિનાર અને બેલે ડાન્સ – વિસ્તારની દ્રષ્ટિએ રશિયા વિશાળ છે અને હવામાનની દ્રષ્ટિએ ઠંડું પણ બહુ છે. જો તમે આ વખતના ઉનાળાની મોસમમાં અહીંની મુલાકાત લેવાના હો તો તમને ઘણું બધું ગ્લેમર પણ જોવા મળશે.

રશિયન મહિલાઓ મેકઅપમાં બહુ જ કુશળ હોય છે. એમની સમકક્ષ રહેવા માટે શરૂઆત કરવી એકદમ પરફેક્ટ બેઝથી, તમારી આંખોને ડીપ, ડ્રામેટિક સ્મોકી લુક, નેચરલ, પિન્ક ફ્લશ અને હેવીવેઈટ લિપ બામ વડે અપ-ટુ-ડેટ રાખવી.

સ્થાનિકો પાસેથી મળેલી ટિપઃ

કોઈ રશિયન બાન્યાની મુલાકાતે જજો અને ચહેરા તથા શરીર માટે ત્યાંના વૈભવશાળી મધ-મિશ્રિત માસ્કનો આનંદ માણજો.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Neutrogena Norwegian Formula Lip Moisturizer SPF 15, Nykaa Just Wink It! 12 in 1 – Eyeshadow Palette – Double Chocolate Chip અને Kiko Milano Full Coverage Concealer


ટેન્ગો (ડાન્સ), ક્રાંતિકારી ચે ગેવારાના જન્મસ્થળ, સમગ્ર વિસ્તારમાં અતિ ઉત્તમ વાઈન્સ માટે પ્રખ્યાત એવા આ આર્જેન્ટિનાનાં ઉબડ-ખાબડ અને લહેરના આકારના રસ્તાઓવાળા પ્રદેશો પર્યટકોને આકર્ષિત કરવા માટે જાણે શહેરી આકર્ષણો સાથે સ્પર્ધામાં ઉતર્યાં છે. એટલે જ આ સ્થળ દરેક જણને ખુશ કરે એવું છે.

બુએનોસ આયરેસનું સ્ટાઈલિશ પોર્ટેના (સ્ટ્રીટ ફૂડ) જ જાણીતું છે એવું જો તમે સાંભળ્યું હોય તો તમને કહી દઈએ કે ત્યાં બીજું પણ ઘણું બધું છે. લાલચટ્ટાક હોઠ, સ્મોક્ડ-આઉટ કેટ આઈઝ અને મસ્કારાના અનેક કોટ્સ સાથે ટેન્ગો પ્રેરિત લુક અપનાવો.

સ્થાનિક આકર્ષણઃ

આર્જેન્ટિનામાં હો ત્યારે થોડુંક યર્બા મેટ ખરીદજો, એ એવો છોડ છે જેનાં પાંદડામાં એન્ટીઓક્સિડન્ટ ગુણ છે જે ત્વચા માટે ખૂબ લાભદાયી છે.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Huda Beauty Liquid Matte Lipstick – Cheerleader, L’Oreal Paris Color Riche Le Stylo Smoky Eye Shadow અને Maybelline New York Volum Express Hyper Curl Mascara


કદમાં નાનકડો છે, ભૂમધ્ય વિસ્તારનું જાણે રત્ન છે, બ્લુ લગુન અને નયનરમ્ય સમુદ્રકાંઠાની સુંદરતાથી ખીલી ઉઠેલું છે, ભૂતપૂર્વ બ્રિટિશ કોલોની છે અને 5000 વર્ષ પુરાણા યુનેસ્કો માન્યતાપ્રાપ્ત હેરિટેજ સ્થળો જ્યાં આવેલા છે એવો માલ્ટા ટાપુ દુનિયાભરના પર્યટકોમાં લોકપ્રિય છે.

એના પાટનગર વલ્લેટા શહેરના અમુક વિરોધાભાસથી આકર્ષણ થતું હોય તો ત્યાંના સુંદર પ્રાકૃતિક દ્રશ્યોની નકલની જેમ મોનોટોન બ્રાઉન લુક અપનાવો, થોડાક કલરથી હાઈલાઈટ કરવો. સાથે ચમકરહિત બ્રાઉન આયશેડો લગાડો, બ્રાઉનિશ-ન્યૂડ લિપ્સ, પ્લમ બ્લશ અને વોટરલાઈન પર દરિયાનાં પાણી જેવો બ્લુ કલર સરસ લાગશે.

સ્થાનિક આકર્ષણઃ

મિસ યુનિવર્સ માલ્ટાનું સૂચન છે કે નાહતી વખતે પાણીમાં ઓલિવ ઓઈલનાં થોડાંક ટીપાં ઉમેરવા જેથી તમારી ત્વચા સુંવાળી અને કોમળ બનશે.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: NELF USA HD Custom Pro Palette Eye Shadow – Bare Brown, Milani Color Harmony Blush Palette – 02 Bronze Burst અને Provoc Semi-Permanent Gel Eye Liner – 71 Breathtaking

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]