માન્ચેસ્ટરમાં ભારતનો પાકિસ્તાન પર 89 રનથી વિજય…

ભારતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં 16 જૂન, રવિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાઈ ગયેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાનને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર નક્કી કરાયેલા પરિણામમાં 89 રનથી પરાજય આપ્યો હતો. ભારતે તેના હિસ્સાની 50 ઓવરમાં પાંચ વિકેટે 336 રન કર્યા હતા. વરસાદના વિઘ્નને કારણે પાકિસ્તાનને જીત માટે 40 ઓવરમાં 302 રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. એ 40 ઓવરમાં 6 વિકેટે 212 રન કરી શક્યું હતું. રોહિત શર્માએ 140, કેપ્ટન વિરાટ કોહલીએ 77, લોકેસ રાહુલે 57 રન કર્યા હતા. બોલિંગમાં, વિજય શંકર, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. આ જીત સાથે ભારત પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]