સાઉધમ્પ્ટનમાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ…

22 જૂને સાઉધમ્પ્ટનના રોઝ બોલ ખાતે ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થવાનો છે. એ માટે ભારતીય ખેલાડીઓએ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળ 20 જૂન, ગુરુવારે નેટ પ્રેક્ટિસ અને તાલીમ સત્રમાં ભાગ લીધો હતો. ભારત હાલ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે છે. ચાર મેચોમાંથી એ 3માં જીત્યું છે, ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે પરિણામવિહોણી રહી હતી. ટોચની ચાર ટીમ સેમી ફાઈનલમાં રમશે.


ઈંગ્લેન્ડ સામે 30 જૂનની વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓ આ નવું, નારંગી રંગનું જર્સી પહેરીને રમશે.