વેજ કબાબ

વેજીટેબલ કબાબ એક બહુ જ હેલ્ધી નાસ્તો છે. જે બહુ જ સરળ રીતથી બની જાય છે. બાળકોને તો આ નાસ્તો બહુ જ ભાવશે!

સામગ્રીઃ

  • વટાણા ½ કપ
  • ગાજર 1
  • બાફેલા બટેટા 2
  • સિમલા મરચું 1
  • ફણસી ½ કપ
  • મકાઈના દાણા ½ કપ
  • તેલ 1 ટે.સ્પૂન વઘાર માટે
  • લીલા મરચાં 2
  • ટે.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • કાંદા 2
  • આદુ-લસણ ઝીણાં સમારેલાં 1
  • હળદર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો 2 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કસૂરી મેથી 2 ટી.સ્પૂન
  • ચીઝ ક્યુબ 2
  • પનીર 100 ગ્રામ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • શેકેલો ચણાનો લોટ ¼ કપ
  • તેલ શેલો ફ્રાઈ કરવા માટે
  • કાંદા

રીતઃ ગાજરને છોલીને ઝીણા ટુકડામાં સમારી લો. ચોપરમાં ગાજર, વટાણા, ફણસી, સિમલા મરચું, મકાઈના દાણાને ચોપરમાં અધકચરા પણ બારીક ચોપ કરી લો.

એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરુ તતડે એટલે સમારેલો કાંદો સાંતડો. તેમાં સમારેલાં આદુ-લસણ અને મરચાંને સાંતડી લો. ત્યારબાદ તેમાં ચોપ કરેલાં શાકભાજી 5-7 મિનિટ સાંતડીને તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, ચાટ મસાલો 2 ટી.સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, કસૂરી મેથી નાખી 2 મિનિટ થાય એટલે તેમાં બાફેલો બટેટો ખમણીને નાખો. ત્યારબાદ ચીઝ તેમજ પનીરને પણ ખમણીને ઉમેરો. 2-3 મિનિટ બાદ કોથમીર ઉમેરીને શેકેલો ચણાનો લોટ મેળવીને 2-3 મિનિટ સાંતડીને ગેસની આંચ બંધ કરી દો.

આ મિશ્રણ ઢીલું લાગે તો શેકેલો ચણાનો લોટ થોડો ઉમેરી દો. મિશ્રણ ઠંડું થાય એટલે તેના ગોળા વાળીને ફ્રાઈ પેનમાં શેલો ફ્રાઈ કરી લો. અથવા સ્ટીકમાં લાંબા રોલ લગાડીને તંદૂરી કબાબ બનાવીને પેનમાં શેલો ફ્રાઈ કરી લો.

કાંદાને સ્લાઈસમાં સુધારી તેમાંથી રીંગ છૂટ્ટી પાડી દો. આ સલાડમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ તેમજ 1 ચમચી લીંબુનો રસ મેળવીને સલાડ કબાબ સાથે પીરસો. સાથે કોથમીર-ફુદીનાની લીલી તીખી ચટપટી ચટણી સ્વાદિષ્ટ લાગશે.