આ ગરમીમાં ઠંડી ઠંડી સુરતની પ્રખ્યાત કોલેજીયન ભેળ કે દાણા ભેળ, જે ફક્ત પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તો બનાવી લો ગરમીમાં ઠંડક આપતી બરફીલી ભેળ!
સામગ્રીઃ
- મમરા 4 કપ
- શેકેલા ખારા શીંગદાણા 1 કપ
- કાંદો 1
- મસાલાવાળા શીંગદાણા ¼ કપ
- સાકર 2 ટે.સ્પૂન
- ચણાના લોટની સેવ 1 કપ
- લીંબુ 1
- 4 તીખા મરચાં
- 3 મોળા મરચાં
- આદુ 1 ઈંચ
- કાચી કેરી સમારેલી 2 ટે.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 2 કપ તેમજ ઝીણી સમારેલી ભભરાવવા માટે 2 ટે.સ્પૂન
- બરફના ટુકડા 6
- મીઠું સ્વાદ મુજબ
- સાકર ½ ટી.સ્પૂન તેમજ 1 ટે.સ્પૂન
- ચાટ મસાલો
રીતઃ સૌ પહેલાં ચટણી બનાવવા માટે મિક્સીમાં કોથમીર, લીંબુ, આદુ, મરચાં, સાકર, મીઠું સ્વાદ મુજબ તેમજ બરફના ટુકડા ઉમેરીને બારીક પીસી લો.
અડધો કપ ઉકળેલું ગરમ પાણી લઈ તેમાં 1 ટે.સ્પૂન સાકર ઓગળવા દો.
એક મોટા બાઉલમાં શેકેલા ખારા શીંગદાણા, મસાલાવાળા શીંગદાણા, 4 કપ શેકેલા મમરા, ઝીણો સમારેલો કાંદો, કાચી કેરીના ટુકડા, ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, સાકરવાળું ગરમ પાણી 1 ટે.સ્પૂન, પીસેલી ચટણી 4 ટે.સ્પૂન, 2 ચપટી મીઠું, ઝીણી સેવ ઉમેરીને એક ચમચા વડે મિક્સ કરીને ઉપર ચાટ મસાલો, ઝીણી સમારેલી કોથમીર તેમજ સમારેલો કાંદો ભભરાવીને આ ઠંડી ઠંડી ભેળ પીરસો.