અંગ્રેજીમાં શબ્દ છે tortoise and Turtle જેને સામાન્ય ભાષમાં વર્ણાવીએ તો એક જમીન પર રહેતા કાચબા અને બીજા પાણીમાં અને જમીન બંને પર રહી શકતા કાચબા. જમીન પર રહેતા કાચબામાં તેની પીઠ પર જે કવચ હોય છે તે પ્રમાણમાં વધુ ગોળાકાર ઉંચુ અને વજનદાર હોય છે. તેના પગની રચના એવી હોય છે કે સરળતા થી જમીન પર ચાલી શકે. પાણીમાં રહેતા કાચબાની પીઠ પરનું કવચ પ્રમાણમાં હલકુ હોય છે અને આકારમાં પણ અલગ હોય છે. પાણીમાં રહેતા કાચબાની પગની રચના પણ તે સરળતાથી પાણીમાં તરી શકે તે પ્રકારે હોય છે.
જમીન પર રહેતા કાચબા એ શાકાહાર અને માંસાહાર બંને પ્રકારના ભોજન કરતા હોય મિશ્રાહારી હોય છે. જમીન પર રહેતા કાચબાનું આયુષ્ય પાણીમાં રહેતા કાચબાથી વધુ હોય છે.
સામાન્ય રીતે લોકો અજાણ હોય છે કે કોઈપણ પ્રકારના કાચબાને ઘરે પાળવા એ વન્યપ્રાણી સંરક્ષણ કાયદા મુજબ ગુનો બને છે.
