ગુજરાત ચૂંટણીમાં નોટાએ ખેલ પાડ્યો, નોટામાં મત વધ્યાં

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ આગળ ચાલી રહી છે. અને ભાજપ સરકાર બનાવી રહી છે, તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. મતગણતરીના અત્યાર સુધી આવેલા આંકડા અનુસાર નોટા(આમાંથી કોઈ નહીં)એ ખેલ પાડ્યો છે. ભાજપ કે કોંગ્રેસ કે કોઈપણ ઉમેદવારને મત આપવા તૈયાર નથી તેવા લોકોએ નોટાને મત આપ્યો છે. આ વખતની ચૂંટણીમાં 1.8 ટકા મત નોટામાં ગયાં છે, એટલે કે 5,51,249થી વધુ મતો નોટામાં ગયાં છે. જેથી એવું કહી શકાય કે નોટાએ ખેલ પાડ્યો છે.ચૂંટણી પંચના સત્તાવાર આંકડા અનુસાર ગુજરાતમાં અપક્ષોને 4.1 ટકા મત મળ્યા છે, અને નોટામાં 1.8 ટકાથી વધુ મત પડ્યાં છે એટલે કે 5,51,294થી વધુ મત પડ્યાં છે. બીએસપી અને એનસીપીને મળેલા વોટ કરતાં વધુ છે. જો નોટાના મત કોંગ્રેસ તરફી ગયા હોત તો ગુજરાતમાં પરિવર્તન આવી શક્યું હોત. મતગણતરી ચાલુ હતી તે દરમિયાન ભાજપને 49 ટકા અને કોંગ્રેસને 41 ટકા મત મળ્યા છે.

આ વાત જો હિમાચલની કરીએ તો હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 0.9 ટકા મતદાતાઓએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો છે.