ખેડા: આ જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે. જ્યારે ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના બે વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. પણ 2014માં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો. અને સતત બે ટર્મથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે. આ બેઠક પર ત્રણ વખત ભાજપ, બે વખત સ્વતંત્ર પક્ષ, એક વખત સંસ્થા કોંગ્રેસ, એક વખત અપક્ષ તેમજ એક વખત જનતા દળે વિજયનો સ્વાદ ચાખ્યો છે.
ઉમેદવાર
ભાજપ: દેવુસિંહ ચૌહાણ
વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જિનિયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ. વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચૂંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી. 7 જુલાઈ 2021 ભારત સરકારના સંચાર રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
કોંગ્રેસ: કાળુસિંહ ડાભી
1985માં જાહેરજીવનની કારકિર્દી શરૂ કરી. 1991માં પ્રથમ વખત સરપંચ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે.
PROFILE
- ખેડા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના દેવુસિંહ ચૌહાણ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,67,145 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
કુલ મતદારો 21,50,110
પુરુષ મતદાર 11,04,559
સ્ત્રી મતદાર 10,45,481
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
દસક્રોઈ | ભાજપ | બાબુ જમનાદાસ | 1,59,107 | 91,637 |
ધોળકા | ભાજપ | કિરીટસિંહ ડાભી | 84,773 | 84,773 |
માતર | ભાજપ | અશાભાઈ પરમાર | 84,295 | 15,851 |
નડિયાદ | ભાજપ | પંકજ દેસાઈ | 1,04,369 | 53,871 |
મહેમદાવાદ | ભાજપ | અર્જુનસિંહ ચૌહાણ | 1,08,541 | 45,604 |
મહુધા | ભાજપ | સંજયસિંહ મહીડા | 91,900 | 25,689 |
કપડવંજ | ભાજપ | રાજેન્દ્રકુમાર ઝાલા | 1,12,036 | 31,878 |
ખેડા બેઠકની વિશેષતા
- અગાઉ બૃહદ ખેડા બેઠક હતી. બૃહદ ખેડા બેઠકનું ખેડા અને આણંદમાં વિભાજન થયું.
- 1951 અને 1957ની લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠકનો મુંબઇ સ્ટેટમાં સમાવેશ થતો હતો.
- પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા દક્ષિણ બેઠક પર સરદાર પટેલના પુત્રી મણીબહેન પટેલ અને ઉત્તર બેઠક પર ફુલસિંહજી ડાભી ચૂંટાયા હતા.
- 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયાં હતાં.
- એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને જીત મળે છે.
- કોંગ્રેસ તરફથી દિનશા પટેલ આ બેઠક પરથી પાંચ ટર્મ સાંસદ રહ્યા હતા.