પુણેઃ ભારતીય ટીમે ઇંગ્લેન્ડની સામે ત્રણ વનડે મેચોની સિરીઝની પહેલી મેચ 66 રનથી જીતી હતી. આ જીતમાં ઓપનર શિખર ધવનના 98 રન મહત્ત્વના હતા. તે બે રનથી સદીથી ચૂક્યો હતો, પણ ટીમની જીતમાં યોગદાન આપીને તે ખુશ છે. તેને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
T20 સિરીઝમાં 12મો ખેલાડી
મેન ઓફ ધ મેચનો એવોર્ડ લઈને ગબ્બર એટલે કે ધવને ખુલાસો કર્યો હતો કે તે તેના શાનદાર દેખાવથી ખુશ છે. ગબ્બરે ભાવુક અંદાજમાં કહ્યું હતું કે તે જ્યારે T20 સિરીઝમાં 12મો ખેલાડી હતો અને ટીમના પ્લેયરોને પાણી પીવડાવી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે મેં ફિટનેસ પર કામ કર્યું હતું. તેણે જિમમાં આકરી મહેનત કરી હતી. હાલમાં ધવને ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં બેટને કાઢી રહ્યો હતો.