Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsBusinessઅમૂલ દૂધ થયું મોંઘું; લીટરે 3 રૂપિયા વધ્યા

અમૂલ દૂધ થયું મોંઘું; લીટરે 3 રૂપિયા વધ્યા

મુંબઈઃ દેશની અગ્રગણ્ય અમૂલ બ્રાન્ડે તેના તમામ વેરિઅન્ટના પાઉચ મિલ્કની કિંમતમાં વધારો જાહેર કર્યો છે. તેણે દૂધની કિંમતમાં પ્રતિ લીટર ત્રણ રૂપિયા વધારી દીધા છે. નવો ભાવ આજે 3 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે. આ ભાવવધારો મોંઘવારીથી ત્રાસી ગયેલી દેશની જનતા માટે મોટા ફટકા-માર સમાન છે.

 

અમૂલ બ્રાન્ડની માલિક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે એક રીટેલરો અને ગ્રાહકોજોગ બહાર પાડેલી યાદીમાં તેના તમામ પ્રોડક્ટ્સના નવા ભાવ દર્શાવ્યા છે.

યાદીમાં જણાવાયું છે કે અમૂલ પાઉચ દૂધ (તમામ પ્રકાર)ની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી, 2023ની રાતથી પ્રતિ લીટર 3 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular