મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)એ મોટી જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો અને પોલિસીનું વલણ ‘Neutral’ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઉભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બેંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ રેપો રેટમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતા, પરંતુ ગવર્નરના આ નિર્ણયથી દેશના કરોડો લોનધારકો અને ઘર ખરીદનારાઓને નિરાશા સાંપડી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ લોન અને ઓટો લોનની EMIમાં પણ કોઈ ઘટાડો થશે નહીં અને તે પહેલાની જેમ જ યથાવત રહેશે.




