નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની તારીખોના એલાન પછી આપ પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. આપ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે એલોટમેન્ટ રદ કરીને દિલ્હી CMનો સત્તાવાર બંગલો છીનવી લીધો છે. આતિશીએ કહ્યું હતું કે ત્રણ મહિનામાં બે વાર મારાથી ઘર છીનવી લીધું છે. જોકે એનાથી કંઈ ફરક નથી પડતો. જરૂર પડશે તો તેઓ રસ્તા પર ઊતરીને દિલ્હીવાસીઓ માટે કામ કરશે. દિલ્હી સરકાર અને આપ પાર્ટીના આ આરોપો પર હવે PWD એટલે કે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
PWDએ સ્પષ્ટતા કરી છે કે આતિશી ક્યારેય CM માટે ફાળવવામાં આવેલા નિવાસસ્થાન પર રહેવા ગયાં જ નહોતાં. આતિશીને બે બંગલો ઓફર કરવામાં આવ્યા હતા. આતિશીને 17 એબી મથુરા રોડ પર સરકારી આવાસ પહેલાંથી જ ફાળવવામાં આવેલો હતો. ત્યાર બાદ તેમને ફરી બે બંગલો ઓફર કરવામાં આવ્યા હતા. આ બંને આવાસ સરકાર દ્વારા પરત લઈ લેવા પાછળ બે કારણો જવાબદાર છે. એક આ બંગલો ફાળવ્યાના એક સપ્તાહની અંદર જ તેમણે ઘરનું પઝેશન લેવાનું હતું, પરંતુ તેઓ ત્રણ મહિના થયા હોવા છતાં આ નિવાસસ્થામાં રહેવા ગયાં ન હતાં. બીજું 6 ફ્લેગ સ્ટાફ રોડ CBI-EDની તપાસ કાર્યવાહી હેઠળ છે. જેથી આતિશીને આ કાર્યવાહીમાં સહકાર આપવાની શરતે બંગલો ફાળવવામાં આવ્યો હતો.
तीन महीने के भीतर BJP ने मुख्यमंत्री आतिशी जी को फिर से मुख्यमंत्री आवास से निकाल दिया।
आतिशी जी को गालियाँ देकर उन्हें घर से बाहर निकालकर ये लोग अपनी बौखलाहट दिखा रहे हैं।
BJP दिल्ली का चुनाव बुरी तरह से हार रही है और इसलिए ये लोग ऐसी गंदी राजनीति पर उतर आए हैं। https://t.co/f5GnJYkOOm
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 7, 2025
PWDનાં સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીનાં CM આતિશીને સરકારી બંગલામાંથી ક્યારેય કાઢી નથી મૂકવામાં આવ્યાં, તેઓ ક્યારેય આ બંગલમાં શિફ્ટ જ નથી થયાં.