જેમને વાસ્તુશાસ્ત્રની સમજણ નથી એવા લોકો એના વિષે વધારે માહિતી આપતા જોવા મળે છે. આવા લોકોની સલાહ માનીને કોઈ ઘરે જ તબીબી સારવાર લેછે ખરા? કેટલાક લોકો હા પાડી પણ શકે. પણ જેને વિષયનું ઘન નથી એ નુકશાન પણ કરી જ શકે ને? કોઈ પણ વિષનો અભ્યાસ અને અનુભવ હોય તેવી વ્યક્તિ જ સાચી સલાહ આપી શકે. રીલ્સ જોઇને ઘરે ઘરે આયુર્વેદિક દવાઓ નાસ્તાની જેમ ખવાતી જોઈએ ત્યારે નવાઈ લાગે છે કે આ લોકો દાવાને પણ શોખથી ખાઈ શકે ખરા? કોવિડ પછી ઘણા બધાને હરસ માસની તકલીફ થઇ હતી તે બધાજ જાણે છે. તેથી જ સભાનતા પૂર્વક લેવાયેલા નિર્ણયો જ સાચા પરિણામો આપી શકે એ વાત સમજવી જરૂરી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: શું પ્લોટની બાજુમાં સ્મશાન, કબ્રસ્થાન, મંદિર વિગેરે ન હોવા જોઈએ એ વાત સાચી છે? કારણકે અમુક લોકો એને સમર્થન આપે છે અને અમુક લોકો એને ગેરમાન્યતા કહે છે.
જવાબ: પ્લોટની બાજુમાં અથવા આગળ કે પાછળ કોઈ કબ્રસ્તાન, કબ્રસ્તાન અથવા કબર હોવી જોઈએ નહીં. જયપુરમાં , કબ્રસ્તાનની સામે કેટલાક ઘર ધારકોએ એક ઈન્ટરવ્યુમાં મને કહ્યું કે તેઓ હંમેશા મનની શાંતિ વિના ડરમાં જીવે છે. જે જગ્યાએ અનેક જીવોને દફનાવવામાં આવ્યા હોય એની ઉર્જા વિષે આપણે વિચારી શકીએ છીએ. વળી જે પ્લોટમાંથી હાડકા નીકળે એને નકારાત્મક ગણવામાં આવે છે. જો કોઈનું દફન કરવામાં આવ્યું હોય તો હાડકા તો જમીનમાં જ રહેવાના. આવું જ સ્મશાનની બાબતમાં પણ વિચારી શકાય.
પ્લોટની નજીકના મંદિરોનું સ્થાન પણ રહેવાસીઓને અસર કરે છે. મારા એક મિત્ર એ શિવ મંદિરની બાજુમાં પ્લોટ ખરીદ્યો હતો, તે પ્લોટ શહેરની મધ્યમાં એક વિશાળ માર્ગ પર હોવા છતાં પણ કોઈ પ્રગતિ કરી શક્યો નથી જેની કિંમત કરોડો રૂપિયા છે. પ્લોટ હજુ પણ યોગ્ય ઉપયોગ કર્યા વિના જ ઠરી રહ્યો છે. પ્લોટની બાજુમાં અમુક જગ્યાએ આવેલ શિવ મંદિર અસંખ્ય આફતો સર્જે છે, વિષ્ણુ મંદિર અશુભ પરિણામ લાવે છે, દેવી દુર્ગાનું મંદિર માંદગીનું કારણ બને છે. મુખ્ય ઇમારતની નજીકના મંદિરો અને વૃક્ષોનો પડછાયો અનિચ્છનીય સમસ્યાઓ લાવે છે. આ પણ ધ્યાનમાં રાખવાનું છે.
પ્લોટની જમણી બાજુનું મંદિર ભૌતિક નુકસાન, ડાબી બાજુ, દુઃખ અને પ્રગતિમાં અવરોધ અને રૂંધામણ નું કારણ બને છે. સંપત્તિ અને પ્રતિષ્ઠાનો વિનાશ પણ થઇ શકે. આવું બાંધકામ જો પ્લોટ 100 ફૂટથી વધુ દૂર હોય, તો આ વિનાશક પરિણામો ટાળી શકાય છે. વિવિધ ગ્રંથો મુક્તિ માટે અલગ અલગ અંતર આપે છે. આ સિદ્ધાંત પાછળના વાસ્તવિક હેતુ વિશે મારી પોતાની અલગ ધારણા છે. જેની ચર્ચા આપણે અલગથી કરીશું. તેથી, મંદિર ચર્ચ, મસ્જિદ વગેરેની નજીકના પ્લોટ ન ખરીદવાની કાળજી લેવી જોઈએ.
સુચન: જે પ્લોટમાં દિવસના ત્રીજા પ્રહરમાં શિવ મંદિરની ધજાનો પડછાયો પડતો હોય એ પ્લોટ ન લેવાની સલાહ છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)