દક્ષિણ મધ્ય અને નૈર્ઋત્યના દોષ હોય તો ઘરનું વાતાવરણ તંગ રહે

ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશ રંગો થી ભરાઈ જાય છે. ભારતીય સંસ્કૃતિ સાથે રંગો વણાઈ ગયા છે. રણ હોય કે પર્વત, કિનારો હોય કે જંગલ, સંગીત, નૃત્ય અને રંગો બધે જ જોવા મળે છે. વિવિધ પ્રકારના લોકો પણ સંસ્કૃતિ એક સમાન. છે ને અદ્ભુત વાત? પતંગ એટલું જ શીખવે છે કે જ્યાં સુધી કમાન હાથમાં છે ત્યાં સુધી ઊંચાઈ ની શક્યતા છે. જેવી દોરી તૂટી કે અસ્તિત્વ પૂરું.

મિત્રો, આ વિભાગ આપના માટે જ છે. આપ ને પણ કોઈ સવાલ હોય તો નીચે જણાવેલ ઈમેલ પર આપ પૂછી શકો છો.

સવાલ: ક્યારેક વિચાર આવે છે કે આપ આટલું બધું જ્ઞાન ક્યાંથી મેળવો છો. વિવિધ વિષયોમાં તમારી માસ્ટરી છે. શું વાસ્તુમાં કોઈ ફેરફારો કરવા થી આવું વ્યક્તિત્વ મળી શકે? શું કોઈ પૂજા એમાં મદદ કરે? શું કશું ખાવાથી ફેર પડે?

જવાબ: આપ જ્યારે પોતાના વિશેની સમજ કેળવી લ્યો ત્યારે કશું પણ નવું શીખવા માટે ધગશ ઉભી થાય. એક સમય એવો આવે કે એ કાર્ય માં ખોવાઇ જવાય. અને તો જ નવી કલા આત્મસાત થાય. સાત્વિક જીવન આવું કરવા માટે યોગ્ય મન આપી શકે છે. વસ્તુના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો સમગ્ર ઉત્તર દિશા સકારાત્મક હોય ત્યારે આવું શક્ય બને. વળી ભૌતિકતા વાદી વિચારધારા માંથી બહાર આવવું પડે. આમાં યોગ્ય શિવપૂજા મદદ રૂપ થાય. સવારે વહેલા ઉઠીને સૂર્યને અર્ઘ્ય આપો અને અન્યને મદદ કરો.

સવાલ: મારા ઘરમાં તહેવાર આવે ત્યારે વાતાવરણ તંગ રહે છે. એનું કારણ એ છે કે કોઈ ને કોઈ ખરાબ ઘટના એ સમયે બને છે. આનું કારણ શું હશે? એનું કોઇ નિવારણ મળે ખરું?

જવાબ: દક્ષિણ મધ્ય અને નૈર્ઋત્યના દોષના લીધે આવું બને. આપના ઘરના આ બંને ભાગમાં જમીનમાં પાણી છે અને અન્ય નકારાત્મક બાબતો છે. આપના ઘરને માત્ર પ્લાનમાં જોવા કરતા એને ત્રી પરિમાણમાં જોવું જરુરી છે.

સુચન : નૈર્ઋત્યમાં ખાળકૂવાની વ્યવસ્થા યોગ્ય નથી.

(આપના સવાલો મોકલી આપો Email :vastunirmaan@gmail.com)