સમગ્ર વિશ્વમાં જેમની સહુથી વધારે મૂર્તિઓ વેચાય છે એમણે નિરાકારની પૂજાની વાત કરી હતી. ભગવાન બુદ્ધ જેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. બૌદ્ધ ધર્મ કરુણા અને પ્રેમની વાત કરે છે તો સામે દાનનો મહિમા પણ સમજાવે છે. ધર્મ એટલે માનવ ધર્મ અને એનો આધાર છે સનાતન ધર્મ. વેદમાં કયા દેવ કે દેવાલય વિષે સમજાવ્યું છે? ભારતમાં ધર્મને સામાજીક વ્યવસ્થાના ભાગ તરીકે જોવાયો. અને માનવતાના નિયમો હોવાના કારણે ધર્મ પરિવર્તન કરવાની વાત એમાં જોવા ન મળી. પણ અલગ વિચારધારાને અલગ ધર્મ જોવાની પ્રથા આવી અને નામો ઉમેરાતાં ગયા. મારા મતે જેવો વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે એવો વ્યવહાર આપણે અન્ય સાથે ન કરીએ એ ધર્મ ગણાય. એ સિવાય પુસ્તકો તો ઘણા જોવા મળે છે.
મિત્રો આ વિભાગ આપનો જ છે. જો આપને કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો. આપને જરૂર જવાબ મળશે.
સવાલ: વાસ્તુ માત્ર મકાનને અસર કરે કે પછી અન્ય સ્થળોને પણ અસર કરે.
જવાબ: જ્યાં ઉર્જા છે ત્યાં ઉર્જાના નિયમો કામ કરે છે. જમીન માટે પણ વાસ્તુના નિયમો હોય છે. યંત્ર માટે પણ નિયમો છે. વાસ્તુશાસ્ત્ર એ ગહન વિષય છે.
સવાલ: સહુથી શ્રેષ્ઠ ધર્મ કયો? એ ધર્મ પાલન કરવા શું કરવું જોઈએ? એમાં કોઈ કાયદાકીય કાર્યવાહી કરવી પડે?
જવાબ: સહુથી શ્રેષ્ઠ ધર્મ માનવ ધર્મ છે. એનું પાલન કરવા માનવીય અભિગમ અપનાવવો પડે. માણસ બનવા કોઈ કાયદો વચ્ચે ન આવે. પણ હા, સાચા નિયમો જાણવા પડે.
સૂચન : આંગણામાં ચંપો ન વવાય.
(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com
