વાસ્તુ: ઈશાન અને ઉત્તરનો દોષ હોય તો સમસ્યા આવી શકે

મારા બે ખૂબ પ્રચલિત પુસ્તકો વાસ્તુ – મનની શાંતિ અને વાસ્તુ – પ્રેમ અને કામ વિશે ક્યારેક તો વાતો થાય છે જ. એ પુસ્તક સાથે પબ્લિશ થયા એનું એક કારણ એ પણ હતું કે મારા મતે બંને વિષયો જરૂરી છે. મનની શાંતિ હણાઈ એટલે કામ ને પણ અસર થાય. કોઈ પણ ચિંતા કામની પ્રક્રિયામાં બાધા લાવે. જો મન સ્વસ્થ તો તન સ્વસ્થ એ માની શકાય. એટલે જ જો કોઈ એક જ પુસ્તક પ્રકાશિત કરવામાં આવત તો મારી પસંદગી મનની શાંતિ હોત. આજે જ્યારે માણસ વિવિધ ચિંતાઓથી ઘેરાયેલો છે ત્યારે બંને વિષય જરૂરી છે. જ્યારે મન શાંત ન હોય ત્યારે નકારાત્મક વિચારો માજા મુકી દે. રસ્તો સામે હોય પણ દેખાય નહીં. સાવ સીધી વાત માં સવાલો ઉભા થાય. ત્યારે વિચાર આવે કે વાસ્તુ ના સાચા નિયમો સમજીએ.

મિત્રો આ વિભાગ આપના માટે જ છે. આપ નીચે જણાવેલ ઈમેલ પર આપ ના સવાલ પૂછી શકો છો.

સવાલ: ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી છે, એના કારણે નાની નાની બાબતોમાં ઝઘડા થાય છે. આવું થવાના કારણો કયા હોઈ શકે? એનું કોઈ નિરાકરણ ખરું?

જવાબ: આર્થિક સમસ્યાઓ માટે વિવિધ કારણો હોઈ શકે. તમારા ઘરના ઈશાન અને ઉત્તરના દોષના લીધે તણાવ રહે છે. વળી નૈર્ઋત્યમાં જમીનની અંદર પાણી છે. માર્જીન ખોટી રીતે રાખવામાં આવેલા છે. ઘરમાં ગૂગળનો ધૂપ કરો. મહામૃત્યુંજય મંત્ર જાપ કરો. ગુરુવારે દત્ત બાવની વાંચો. પાણી વધારે પીવો. દોરડા કુદો.

સવાલ: મારા લગ્ન નક્કી થયા ત્યારે મારું જીવન સરસ હતું. અચાનક આર્થિક ચિંતા આવી. લગ્ન લખાયેલા હતા એટલે કરવા પડ્યા. હું નોર્મલ વ્યક્તિ છું. પણ ખબર નથી કેમ હું સમાગમ નથી કરી શકતો. શું કોઈ વાસ્તુ દોષ હશે?

જવાબ: કામ એ મનની અભિવ્યક્તિ છે. શરીર તો માત્ર માધ્યમ છે. તમે માનસિક તણાવમાં છો તેથી આવું થઈ શકે. ચિંતા કરવાથી જો બદલાતું હોત તો લોકો ભાડેથી ચિંતા કરવા વાળા માણસો રાખત. ચિંતા છોડો, પ્રાણાયામ કરો. સવારે દોડવા જાવ. ગુરુવારે બંને સાથે બેસી શિવ લિંગ પર અભિષેક કરો.

સૂચન: ઈશાન માં થોર ન જ વવાય.

(આપના સવાલો મોકલી આપો: Email :vastunirmaan@gmail.com)