શું તમે મંથરા ને મળ્યા છો? શું તમે કૈકેયી ને જોઈ છે? શું તમે એમને ક્યારેય મળવા ઈચ્છો છો? મોટા ભાગના લોકો આ સવાલોના જવાબ ના માં આપશે. કારણ કે આ વ્યક્તિના લીધે કોઈને ખૂબ તકલીફ પડી હતી. આજકાલ આવા સ્વભાવ વાળી વ્યક્તિ ઘરમાં કે સોસાયટીમાં મળી રહે છે. અન્યને સુખી જોઇ અને દુઃખી થનારા લોકો વધી રહ્યા છે. ક્યારેક તો આવા લોકો કેમ છો એવું પૂછે ત્યારે મજામાં કહેતા પણ ડર લાગે છે. કારણકે તેઓ આ જવાબની અપેક્ષા સાથે સવાલ નથી પૂછાતાં. ઘરમાં રાજકારણ આવે એટલે મહાભારત થાય. અને એ પરિવારને તોડીને જ રહે.
મિત્રો આ વિભાગ આપના માટે જ છે. જો આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર પુછી શકો છો.
સવાલ: મારા ઘરમાં અમે ખૂબ સુખી છીએ. સંપ પણ એટલો જ છે. મારા માબાપ ખૂબ સારા માણસો છે એટલે અમે એકબીજાના સુખે સુખી રહી શકીએ છીએ. મારા એક સંબંધી અમારા સુખે સુખી નથી. એ અમને નીચા દેખાડવા પ્રયત્નો કર્યા કરે છે. હમણાં એમના જન્મ દિવસ પર એમણે એમના વિશે કાંઈક લખવા કહ્યું. મેં લખીને મોકલ્યું એટલે એમણે અન્ય સંબંધીઓને મોકલી ખોટી રજૂઆત કરી કે મને મારા માબાપ કરતાં પણ એમના માટે વધારે લાગણી છે. મારા માબાપ ગુસ્સે થયા છે કે આવું કેમ કર્યું. શું કરવું જોઈએ?
જવાબ: પોતાના વખાણ કરાવવાની ઈચ્છા એમને જ થાય જેમનામાં વખાણવા લાયક કશું હોતું નથી. આવા લોકો પોતાનું દુઃખ છાવરવા અન્ય ને દુઃખી જોવા ઈચ્છે છે. તમે એનો ભોગ બની ગયા. તમારા ઘરમાં ઈશાન થી વાયવ્ય સમૃદ્ધ છે એટલે તમે લોકો ભલા અને સારા છો. તમારા સંબંધી ના ઘરમાં અગ્નિનો દોષ છે. એટલે એ આવી રમતો રમી શકે. જે થયું એ ભૂલી જાવ. એ ઝગડો કરાવવા ઈચ્છે છે. એટલે એમને સફળ ન થવા દો. ઘરમાં શિવપૂજા કરો. પાંચેય તત્ત્વોના ધૂપ કરો.
સવાલ: મને મારા ભાઈ માટે અનહદ લાગણી છે. એના લગ્ન પછી એ મારી ભાભીને વધારે સમય આપે છે. પહેલા હું ઘરે આવતી તો એ રજા લઈ લેતો. હવે એના સમયે આવે છે. શું મારી ભાભી એ આવું કરવા પ્રેરિત કર્યો હશે?
જવાબ: તમે અલગ વ્યક્તિત્વ છો અને તમારા ભાભી પણ. લગ્ન પછી પુરુષ ની જવાબદારી વધે છે. એનો પોતાનો પરિવાર ઊભો થાય છે. વધારે ન વિચારો. લાગણી છે એ અગત્યનું છે. ભાઈને પણ સમજવા પ્રયત્ન કરો. બાકી એના નવા જીવન ની શરૂઆત માં તમે વિઘ્ન બની જશો. લાગણી માત્ર અપેક્ષા સાથે નથી જોડાઇ. એ તમારો ભાઈ જ રહેશે. ભાભીનો તો તે પતિ છે.
સુચન : વાયવ્યમાં વધારે પાણી ન રખાય એનાથી શ્વાસની તકલીફ થઈ શકે છે.
(આપના સવાલો મોકલી આપો EMAIL :vastunirmaan@gmail.com)