વેનેઝુએલા ભૂકંપ: 900થી વધુના મોત, નવા આંચકાથી ભયનો માહોલ

વેનેઝુએલા: એક પછી એક 7.1 અને 7.5ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ, આજે ફરી એકવાર 4.9ની તીવ્રતાથી ધરાં ધ્રૂજતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. પહેલા બે મોટા ભૂકંપને કારણે અત્યાર સુધી વેનેઝુએલામાં 900થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

લોકોમાં ભયનો માહોલ
પહેલા બે મોટા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઇ ગયાના અહેવાલો અને વીડિયો સામે આવ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર 4.9ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા. આ નવો ભૂકંપ ઉત્તર કિનારે નોંધાયો હતો. જેના લીધે રાજધાની કરાકસ અને મારાકે શહેર હચમચી ગયા હતા.

રેસ્ક્યૂ ઓપરેશન અટકાવવા પડ્યા
લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ મેદાન તરફ દોડવા લાગ્યા હતા. નવા ભૂકંપના આંચકાને કારણે પહેલાથી ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન પણ અટકાવી દેવાની ફરજ પડી હતી. જૂના બે ભયાનક ભૂકંપોને કારણે અત્યાર સુધીમાં 920થી વધુ લોકો માર્યા ગયા છે અને 3300થી વધુ ઈજાગ્રસ્ત છે. કાટમાળ નીચે હજુ 172થી વધુ લોકો દટાયેલા તથા 50,000થી વધુ લોકોનો કોઈ અતોપતો જ ન હોવાની માહિતી સામે આવી રહી છે. યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરશન ચલાવાઈ રહ્યું છે.