એશિયાડઃ કોચ વગર આવ્યા ત્રણ મેડલ, ખેલાડી આપે છે એકબીજાને ટ્રેનિંગ

જકાર્તાઃ દીપિકા પલ્લીકલ, કાર્તિક અને જોશના ચિનપ્પાને 18મા એશિયાઈ ગેમ્સની સ્કવોશ સ્પર્ધાના મહિલા સિંગલ કેટેગરીમાં પોતાના પ્રતિસ્પર્ધીઓથી મળલા પરાજયને કારણે કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો. બીજીતરફ સૌરવ ઘોષાલને પણ પુરુષ સિંગલ્સમાં પરાજય મળવાના કારણે કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો.ભારતીય સ્કવોશ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી નિયમિત કોચ વગર રમી રહ્યા છે. એસઆરએફઆઈએ સાઈરસ પોંચા અને ભુવનેશ્વરી કુમારીને કોચ તરીકે મોકલ્યા હતા પરંતુ દીપિકા પલ્લીકલે જણાવ્યું કે રમતવીરો એકબીજાની મદદ કરવાનું પસંદ કરે છે.

તેમણે જણાવ્યું કે અમને બધાને રમતવીરોનું કોચિંગ પસંદ છે. રમતવીરો જ રમતવીરો સાથે વાત કરશે. રમતવીરોએ આ નિર્ણય કર્યો છે. હરિંદર પાલ સંધૂ, સૌરવ ઘોષાલ અને હું એકસાથે મળીને અભ્યાસ કરીએ છીએ.

દીપિકાને મલેશિયાઈ ધુરંધર અને દુનિયાની પૂર્વ નંબર એક ખેલાડી અને ત્રણ વખતની ચેમ્પિયન નિકોલ ડેવિડે સેમીફાઈનલમાં 3-0 (11-7, 11-9, 11-6) થી હરાવી હતી. જ્યારે જોશનાને મલેશિયાની સુબ્રમણ્યમ શિવાસંગારીથી 1-3 (10-12, 6-11, 11-9, 7-11) થી પરાજય મળ્યો.

પુરુષ વર્ગમાં સૌરવ ઘોષાલે રોમાંચક મેચમાં હોંગકોંગના ચુંગ મિંગ એયૂએ  0-2 મ્હાત આપ્યા બાદ શાનદાર કમબેક કર્યું અને મેચને 3-2થી પોતાના નામે કરી હતી. સ્કવોશની સેમીફાઈનલમાં હારનારા ખેલાડીઓને કાંસ્ય પદક મળે છે અને આમાં કોઈ પ્લેઓફ રાઉન્ડ નથી હોતો.