એશિયન ગેમ્સ 2018: અપૂર્વી, રવિએ શૂટિંગમાં ભારતને કાંસ્ય અપાવ્યો

જકાર્તા – ઈન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં રમાતા 18મા એશિયન ગેમ્સ રમતોત્સવમાં આજે પહેલા જ દિવસે ભારતને પહેલો મેડલ મળ્યો છે. આ મેડલ શૂટિંગની રમતમાં મળ્યો છે.

શૂટર્સ, અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

ભારતીય જોડીએ ફાઈનલ રાઉન્ડમાં 429.9 પોઈન્ટ્સ સ્કોર કર્યા હતા અને ટોપ-3માં સ્થાન મેળવ્યું છે.

આ હરીફાઈનો ગોલ્ડ મેડલ ચાઈનીઝ તાઈપેઈની જોડીએ 494.1 સ્કોર સાથે અને સિલ્વર મેડલ ચીનની જોડીએ 492.5 પોઈન્ટ્સના સ્કોર સાથે જીત્યો છે.

જોકે, પુરુષોની કુસ્તીમાં ભારતને મોટો આંચકો મળ્યો છે. પહેલવાન સુશીલકુમાર પુરુષોની ફ્રીસ્ટાઈલ (74 કિ.ગ્રા.) કુસ્તીના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં બેહરીનના પહેલવાન સામે 3-5થી હારી ગયો હતો.