વિદ્યાર્થીઓને કોર્પોરેટ રેડી બનાવવાની તાલીમ લેવા પ્રોફેસરો લંડન જશે

અમદાવાદઃ ગૂગલ, ફેસબૂક અને વોટ્સએપના જમાનાએ આપણા જીવન અને શિક્ષણપદ્ધતિ પર અસર કરી છે. હવે વિદ્યાર્થીઓ સુસંકલિત અને સર્વાંગી ભણતર ઈચ્છતાં થયાં છે. તેઓને કોર્પોરેટ-રેડી બનાવવા ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી તેના પ્રોફેસરોને ખાસ તાલીમ આપશે.આવી તાલીમ લેવા ચુનંદા પ્રાધ્યાપકોને બ્રિટન મોકલવામાં આવશે. બ્રિટીશ હાઈ કમિશન તરફથી માન્ય એવા આ તાલીમ કાર્યક્રમના બીજા તબક્કામાં તેઓને સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં તાલીમ અપાશે અને પછી લંડન તાલીમ લેવા મોકલવામાં આવશે. જીટીયુ અને ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામ (જીટીઈપી) ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા તાલીમસત્ર અંતર્ગત વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ, રોજગાર ક્ષમતા વધારવા અને ઉદ્યોગજગત કે કોર્પોરેટની જરૂરિયાત મુજબના ગુણો વિદ્યાર્થીઓમાં કેવી રીતે કેળવી શકાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં સરકારી ઈજનેરી કૉલેજોના 750 પ્રાધ્યાપકોને આવી તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મૂળ હેતુ બ્રિટનની કૉલેજો અને ઉદ્યોગોના જ્ઞાનનો લાભ ભારતીય પ્રાધ્યાપકોને આપવાનો છે. 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]