મોદીએ પ્રોટોકોલ તોડીને ઈઝરાયલી પીએમ નેતાન્યાહુને એરપોર્ટ પર જઈને આવકાર્યા

0
1028

નવી દિલ્હી – ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ ભારતના છ-દિવસના પ્રવાસ માટે આજે અહીં આવી પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર જઈને નેતાન્યાહુને આવકાર્યા હતા. પીએમ મોદીએ નેતાન્યાહુને ભેટીને અને સારા નેતાન્યાહુ સાથે હાથ મિલાવીને એમનું સ્વાગત કર્યું હતું.

2003ની સાલ બાદ ભારતના પ્રવાસે આવેલા નેતાન્યાહુ પહેલા ઈઝરાયલી વડા પ્રધાન છે. 2003માં એરીયલ શેરોન ભારત આવ્યા હતા.

મોદી અને નેતાન્યાહુ સોમવારે દિલ્હીમાં શિખર મંત્રણા કરશે. બંને દેશ વચ્ચે છ જેટલી સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે.

નેતાન્યાહુ ભારતમાં છ દિવસના રોકાણ દરમિયાન ગુજરાત અને મુંબઈની મુલાકાતે જવાના છે. 16 જાન્યુઆરીએ નેતાન્યાહુ દંપતી આગરાના જગપ્રસિદ્ધ તાજમહલની મુલાકાતે જશે.