હવે ફ્લાઈંગ સોલ્જર કરશે લોકોની રક્ષા! ફ્રાંસની સૈન્ય શક્તિની વિશ્વમાં લેવાઈ નોંધ

ફ્રાંસ: યુરોપ અને અમેરિકાની વચ્ચે વધતા જતાં તણાવને પગલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોએ રવિવારે વાર્ષિક બેસ્ટીલ દિવસ પરેડમાં યુરોપીય સેન્ય સહયોગનું પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં લોકોનું સૌથી વધુ ધ્યાન ફ્રાંસીસ આવિષ્કાર ફ્લાઈંગ સોલ્જરે ખેંચ્યું હતું.

પરેડ દરમિયાન ફ્લાઈંગ સોલ્જરે રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રો સહિત બધાંનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. ફ્રાંસના શોધકર્તા જૈપાટા ટર્બાઈન એન્જિનની મદદથી ઉડાન ભરી રહ્યો હતો. તેણે પોતાના હાથમાં અનલોડેડ ગન પણ રાખી હતી. ફ્લાઈંગ સોલ્જરની અવનવી કરતબો જોઈને સૌ કોઈ આશ્વર્ય પામ્યા હતાં.

નેશનલ ડે સેલિબ્રેશનમાં  ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રો અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલની સાથે અન્ય પણ બીજા રાજનેતાઓ હાજર હતાં. મેક્રો ફ્લાઈંગ સોલ્જરથી ઘણાં પ્રભાવિત થયાં હતાં. તેમણે ફ્લાઈંગ સોલ્જરનો એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે, અમને અમારી સેના પર ગર્વ છે. આ આધુનિક અને ઈનોવેટિવ છે.

રશિયન ટેલીવિઝન નેટવર્કના રિપોર્ટ મુજબ, ફ્રાંસની સેના તરફથી ગયા વર્ષે એરોનોટિકલ માઈક્રો-જેટ એન્જિનની શોધ માટે જૈપાટાને 1.47 મિલિયન આપવામાં આવ્યાં હતાં. ફ્લાઈંગ સોલ્જરને લઈને એક ફ્રાંસનાં અધિકારીએ કહ્યું હતુ કે, આ શોધનો ઉપયોગ ઘણાં બધાં ઉપયોગમાં લઈ શકાય. તેનાથી ઘણી મુશ્કેલીઓ હલ થઈ શકે છે.

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ મૈકોંએ શનિવારે જાહેરાત કરી હતી કે, તેમણે દેશની અંતરિક્ષ રક્ષા નીતિને પ્રોત્સાહન આપવા માટે સામરિક હિતોની રક્ષા સારી રીતે કરવા માટે દેશની વાયુસેનામાં એક સ્પેસ કમાન્ડ બનાવવાની મંજૂરી આપી દીધી છે.