પીએમ મોદી અને એસ જયશંકરને મળ્યાં માઈક પોમ્પિયો, એજન્ડામાં ટોપ પર આતંકવાદ સહિતના મુદ્દાઓ….

0
394

નવી દિલ્હીઃ ભારતની યાત્રા પર આવેલા અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી. જયશંકર સાથે પોમ્પિયોની મીટિંગના એજન્ડામાં આતંકવાદ, એચ1બી વિઝા, ટ્રેડ અને ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકી પ્રતિબંધ બાદની સ્થિતિ જેવા મુદ્દાઓ ટોપ પર છે. પોમ્પિયો જાપાનમાં થનારી જી-20 શિખર વાર્તા પહેલાં ભારતમાં આવ્યાં છે. 28-29 જૂનના રોજ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક પણ થવાની છે. આ દ્રષ્ટિએ પોમ્પિયોનો ભારત પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અમેરિકી વિદેશ પ્રધાનનો પ્રવાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે લોકસભા ચૂંટણી બાદ કોઈ દ્વારા પહેલીવાર હાઈ લેવલ વિઝિટ છે. જયશંકરે વિદેશ પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ બંને લીડર્સની આ પ્રથમ બેઠક છે.

પોમ્પિયોનો પ્રવાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે 28-29 જૂનના રોજ જાપાનના ઓસાકામાં થનારી જી-20 સમિટથી અલગ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત પણ થશે. યાત્રા દરમિયાન તેઓ જયશંકર સાથે લંચ કરશે અને વડાપ્રધાન મોદી સાથે બેઠક પણ કરશે.

તેઓ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં ભારતીય અને અમેરિકી વ્યાપારીઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરશે અને પોલિસી સ્પીચ આપશે. આ પહેલા જયશંકરે કહ્યું કે ભારત પોમ્પિઓ સાથે વાતચિત દરમિયાન સાથે જોડાયેલા મુદ્દાઓ પર સમાધાન કાઢવાનો પણ પ્રયત્ન કરશે.