નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાએ રેલવે વ્યવહાર શરુ કરવા ચર્ચા કરી

0
804

સિઓલ- ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાએ પરસ્પર રેલવે વ્યવહારથી જોડવા અને તેના આધુનિકીકરણ અંગે ચર્ચા શરુ કરી છે. મળતી માહિતી મુજબ બન્ને દેશોના પ્રતિનિધિમંડળે સરહદી ગામ પનમુનજોમના પીસ હાઉસમાં મુલાકાત કરી હતી. જેમાં કોરિયાઈ ટાપુના બન્ને દેશોના પૂર્વ અને પશ્ચિમ કોરિડોરને જોડવા તેમજ રેલવેના આધુનિકીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.જમીન, માળખાગત સુવિધા અને પરિવહન મંત્રાલયના બીજા વાઈસ મિનિસ્ટર કિમ જિયોંગ રેયોલના નેતૃત્વમાં દક્ષિણ કોરિયાના ત્રણ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ કોરિયાના મુખ્ય પ્રતિનિધિએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગૂ હોવા છતાં બન્ને દેશ રેલવેથી જોડાવાની તૈયારીઓ અંગે ચર્ચા કરી શકે છે.