અમદાવાદઃ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2018ના ઓડિશનમાં જોવા મળ્યા વિવિધ રંગો

અમદાવાદઃ શહેરમાં ગુજરાત યામાહા ફસિનો મિસ દિવા – મિસ યુનિવર્સ ઈન્ડિયા 2018નું ઓડિશન યોજાયું હતું. દર વર્ષે સૌંદર્ય અને ફેશનની વ્યાખ્યાની પુનઃ શોધ અને નવા સિમાચિહ્નોની રૂપરેખા સેટ કરવામાં પ્રખ્યાત પેજન્ટ મહત્વનો ભાગ ભજવે છે. આ સ્પર્ધાની વિજેતા પ્રતિષ્ઠિત મિસ યુનિવર્સ પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ રનર-અપ પ્રતિષ્ઠિત મિસ સુપ્રાશનલ પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. 2 ભાગની એપિસોડ સિરીઝ કલર્સ ઈન્ફીનિટી ચેનલ પર પ્રસારિત થશે.

મહત્વનું છે કે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2018ના ઓડિશનની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠા હતા. આ ઓડિશનમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોને રેમ્પ વોક, પરફેક્ટ બોડી, સંચાર કૌશલ્ય સહિતની વાતોને ધ્યાનમાં રાખીને પરિણામો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવાય આ ઓડિશન લખનૌ, કોલકત્તા, ઈન્દોર, હૈદરાબાદ, પૂણે, અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ અને દિલ્હી સહિતના દસ શહેરોમાં યોજાશે અને મુંબઈ ખાતે સમાપ્ત થશે. આ પછી ચાર શહેરનો પ્રવાસ હશે, જે આ વર્ષે પ્રથમવાર રજૂ કરવામાં આવ્યો છે.

આ ઓડિશનમાં સિલેક્ટ થયેલા સ્પર્ધકોને ઝડપથી આગળના રાઉન્ડમાં મોકલવામાં આવશે. ભૂતકાળમાં પેજન્ટે નેહા ધૂપિયા, ઉર્વશી રૌતેલા, અને માનસી મોઘે સહિતની વ્યક્તિઓનું જીવન આના દ્વારા બદલાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]