સાવધાનઃ પાકિસ્તાની મીડિયા ફેલાવી રહ્યું ખોટા ન્યૂઝ, સેના આપી રહી છે જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને જૈશના આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કર્યા બાદ પાકિસ્તાન પ્રોપગેંડા ફેલાવવાના કામમાં લાગ્યું છે. પાકિસ્તાન આ મોકા પર ખોટા દાવાઓ કરી રહ્યું છે. પાકિસ્તાનના બે એફ-16 વિમાનોએ ભારતમાં ઘુસખણખોરીનો પ્રયત્ન તો કર્યો પરંતુ ભારતના જાંબાઝ જવાનોએ પાકિસ્તાનના એક પ્લેનને તોડી પાડ્યું છે.

(પ્રતિકાત્મક તસવીર)

તો બીજીબાજુ પાકિસ્તાની મીડિયા કેટલાક જૂના વીડિયો ફૂટેજ બતાવીને ભારતને નુકસાન પહોંચાડ્યું હોવાના ખોટા દાવાઓ કરી રહ્યું છે જ્યારે હકીકત એ છે કે બડગામમાં એક MI હેલિકોપ્ટર ટેક્નિકલ ક્ષતીના કારણે ક્રેશ થયું છે અને આની પાકિસ્તાની ઘુસખોરી સાથે કોઈ લેવા-દેવા નથી.

(પ્રતિકાત્મક તસવીર)

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે સવારે ટ્વિટ કરીને પ્રોપગેન્ડા ફેલાવ્યો કે પાકિસ્તાની વાયુસેનાએ બે ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે. જ્યારે હકીકત એ છે કે પાકિસ્તાની વાયુસેનાનું એક એફ-16 વિમાન ભારતના જાંબાઝ જવાનોએ તોડી પાડ્યું છે. જ્યારે એક વિમાન ભારતીય વાયુસેનાની કાર્યવાહી જોઈને ભાગી ગયું છે.

પાકિસ્તાનની ન્યુઝ ચેનલો અત્યારે જોધપુર પ્લેન ક્રેશના વીડિયો બતાવીને આને પાકિસ્તાનમાં જુઠ્ઠાણુ ફેલાવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુ સેનાના વિમાનને તોડી પાડવામાં આવ્યુ છે. હકીકત એ છે કે આ વીડિયો જૂના છે અને પાકિસ્તાન આને ખોટી રીતે દર્શાવીને પોતાના નાગરિકોને જોશમાં રાખી રહ્યું છે. પાકિસ્તાન શરુઆતથી જ પ્રોપગેંડા ફેલાવવાનો પ્રયત્ન કરતું આવ્યું છે. ગફૂરના ભારતીય ફાઈટર જેટને પાક. અધિકૃત કાશ્મીરમાં પાડવાની અને પાયલટને જીવતા હીરાસતમાં લેવાના દાવાના જવાબમાં ભારતીય રક્ષા સુત્રોએ માહિતી આપી કે દુશ્મનની કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાનું કોઈપણ વિમાન ક્ષતીગ્રસ્ત થયું હોય તેવા સમાચારો પ્રાપ્ત થયા નથી.