તુવેરકાંડ મામલે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો વળતો જવાબ…

જામકંડોરણાઃ ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગતો આવતાં આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેક્ટ થયા છે, જ્યારે અન્ય કટ્ટામાં કંઈ પણ સમસ્યા નથી.

રાજ્યમાં મગફળી કાંડ બાદ તુવેર કાંડ સામે આવ્યો છે. મહત્વનું છે કે ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘુસાડવામાં આવી હોવાની વાત સામે આવી હતી. ત્યારે આ મામલો સામે આવતા જેતપુર ખાતે આવેલા સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો છે.

ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગતો આવતા આજે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેક્ટ થયા છે, જ્યારે અન્ય કટ્ટામાં કઈ પણ સમસ્યા નથી.

જામકંડોરણા ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને રાદડિયાએ જણાવ્યું હતું કે તુવેરની ખરીદીમાં કે તેના ભાવની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની 3-4 ગાડી તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહીં.

જયશે રાદડિયાએ કહ્યું, નબળી તુવેરની ખરીદી કરી તેને ઘૂસાડવામાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને સરકાર છોડાશે નહીં. હાલમાં ગ્રેડર સહિત 7 સામે ગુનો દાખલ કરાયો છે અને તપાસમાં જે કોઈ વ્યક્તિના નામ આવશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવીશે. અમે આ મામલે વધુ વિગતો મેળવી રહ્યાં છે. ”