વાહનોમાં HSRP ફીટ કરવાની મુદતમાં એક મહિનાનો વધારો

0
2504

ગાંધીનગર– હાઈ સિક્યુરિટી(HSRP) નંબર પ્લેટ લગાવવાની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનો છેલ્લો દિવસ 31 માર્ચ હતી, પણ હજી સુધી અસંખ્ય વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવાઈ નથી. જેથી રાજ્ય સરકારે એક મહિનાની મુદતમાં વધારો કર્યો છે.એક રીપોર્ટ અનુસાર અમદાવાદમાં 11 લાખમાંથી 8 લાખ જૂના વાહનોમાં એચએસઆરપી ફીટ કર્યા વગરના છે. કંપની નવા સેન્ટરો ખોલવામાં નિષ્ફળ ગઈ છે. 31 માર્ચની ડેડલાઈનમાં 9 લાખ વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી અશક્ય છે. આથી રાજ્ય સરકારે તેની મુદત એક મહિનો વધારી છે.