અંતિમ સોમવારે માનવ મહેરામણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે

0
1171

સોમનાથ- આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને જન્માષ્મીનું પર્વ એકસાથે આવતાં ભગવદ્જનોમાં આનંદનો હિલોળ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતના મહાતીર્થોમાં ભક્તોનો સમુદાય પોતાના ઈષ્ટદેવના દર્શનાર્થે રીતસરના ગોટ લગાવી રહ્યાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આવા દ્રશ્ય જોવા મળ્યાં હતાં.શ્રાવણનો અંતિમ સોમવાર સાથે જ જન્માષ્ટમીના પ્રસંગે ભક્તો હરિ-હર તીર્થમાં ઉમટ્યા, સવારે શિવભજનોની સાથે કૃષ્ણ ભક્તિમાં ભક્તો લીન થયા હતા. પ્રાતઃ મહાપૂજન બાદ શ્રી સોમનાથ મહાદેવને પિતાંબર અને વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવેલ જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં આરતી બાદ જય સોમનાથ જયશ્રીકૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.