શાળાના ટ્રસ્ટીની પત્નીએ અન્ય સંબંધને પગલે પતિને ઉતાર્યો મોતને ઘાટ

0
2077

અમદાવાદઃ હાથીજણ પાસેથી શાળાના ટ્રસ્ટી હરેશભાઈ પટેલની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જેનો ભેદ ઉકેલાઈ ગયો છે. હરેશભાઈની હત્યા નીતિન નામના એક શખ્સે કરી હતી. મૃતકની પત્ની રેખાબહેનના નીતિન નામના આ યુવક સાથે આડા સંબંધો હતાં અને તેણે રેખા સાથે લગ્ન કરવા માટે જ તેના પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું. હરેશભાઈને પહેલા તો છરીના ઘા મારવામાં આવ્યાં અને ત્યારબાદ પથ્થર વડે તેમનું મો છૂંદી નાંખીને લાશને સળગાવી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે નીતિન, મૃતકના પત્ની રેખા અને અન્ય એક યુવકની ધરપકડ કરી છે.