સલમાન નિર્મિત ફિલ્મ લવયાત્રી નિહાળી રીલીઝ અંગે ગુજરાત હાઈકોર્ટ લેશે નિર્ણય

0
941

અમદાવાદ : લવરાત્રિ ફિલ્મના પ્રોડ્યુસર્સની મુશ્કેલી વધી ગઈ છે..સલમાન ખાન પ્રોડક્શનની ફિલ્મના નામ લવરાત્રિનો વિરોધ થતાં નામ બદલીને લવયાત્રી કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં આ ફિલ્મ મુદ્દે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવા હોવાની રજૂઆત કરતાં અરજી કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટે આ અરજીને પગલે આવતીકાલે ફિલ્મ નિહાળી કોઇ અયોગ્ય દ્રશ્ય અગર તો હિન્દુ સંસ્કૃતિની લાગણીને ઠેસ પહોંચે તેવું હશે તો ફિલ્મને રદ કરવાનો નિર્ણય લઇ શકાય છે. તેમ જ તેના પ્રસારણ રદ થઈ શકે છે નોંધનીય છે કે ફિલ્મ આગામી નવરાત્રિના તહેવારો દરમિયાન પ્રસારિત થવાની છે.

સલમાન ખાન ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મ લવ રાત્રિ સામે થયેલી જાહેર હિતની અરજીનો આ મામલો છે જેમાં ફિલ્મનું નામ બદલવાથી સીન્સ નથી બદલાતાં તેમ જણાવાયું છે. હજુ ફિલ્મને સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપ્યું નથી. કોર્ટેજણાવ્યું કે લાગણી દુભાતી હોય એવો જો કોઈ સીન કોર્ટને લાગ્યો તો બધું જ સ્ટે કરી દેશે, કાલેને કાલે ફિલ્મ પ્રોડ્યુસર્સ જવાબ આપે. કોર્ટને જરૂર લાગશે તો કાલે ફિલ્મ જોશે અને નિર્ણય લેશે.

આ ફિલ્મમાં સલમાનખાનનો બનેવી આયુષ શર્મા અને વારીના હુસૈન મુખ્યભૂમિકામાં ચમકી રહ્યાં છે.