તુવેર પકવતા ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર– ગુજરાત સરકાર નાફ્રેડના સંકલનમા રહી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે ૧.૨૮ લાખ મે.ટન ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપી છે. અને રાજ્ય સરકાર તુવેર રૂ.5450 પ્રતિ કવિટલના ભાવે ખરીદી કરશે.ગુજરાતના ૨૨ જિલ્લામાં પ્રથમ તબક્કામાં તુવેરની ખરીદી માટે 40 ખરીદ કેન્દ્રો શરૂ કરશે

તા.૫-3-૨૦૧૮થી આ કેન્દ્રો પર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે.

૧૨ માર્ચ ૨૦૧૮થી ખેડૂતોને જાણ કરી ખરીદી શરૂ કરાશે.

ખેડૂત દીઠ વધુમાં વધુ ૧૨૦૦ કિ.ગ્રા તુવેર ખરીદાશે જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે.