CM રુપાણીએ 1054 યુવાઓને નોકરીના નિમણૂકપત્ર સોંપ્યાં

ગાંધીનગર- મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા 1054 નવનિયુકત યુવા કર્મીઓને તેમની નિમણૂકના પત્ર સોંપ્યાં હતાં.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીનિયર કલાર્ક, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ તરીકે પસંદગી પમેલા ૧૦પ૪ યુવાઓને નિમણૂકપત્ર વિતરણમાં કાર્યક્રમ દ્વારા ટીમ ગુજરાત તરીકે  નવા કર્મચારીઓને આવકાર આપવામાં આવ્યો હતો.

‘તમારે પણ તમારી પાસે પોતાના કામ-સમસ્યા અંગે આવતા અરજદારની જાતમાં એકવાર તમારી જાતને મૂકીને તેની સમસ્યાનું યોગ્ય સુચારૂ નિવારણ લાવવાનું જવાબદેહ દાયિત્વ બજાવવાનું છે.’’ એમ યુવાઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું. મુખ્યપ્રધાને પાછલાં બે વર્ષમાં રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં પારદર્શી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગુણ મૂલ્યાંકન આધારે કસોટીની એરણે ખરા ઉતરેલા ૮૦ હજારથી વધુ યુવાઓને રોજગાર અવસર મળ્યા છે તેની વિશદ ભૂમિકા આપી હતી.