અમદાવાદઃ AMTS દ્વારા પાસ અને મનપસંદ પાસ કાલથી બંધ, આવશે આ કાર્ડ

0
3265

અમદાવાદ- શહેરની સિટી બસ સર્વિસનો ઉપયોગ કરનાર પ્રવાસીઓએ પહેલી એપ્રિલથી પોતાના પાસને રીન્યૂ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી રહી છે. એએમટીએસે લીધેલાં નિર્ણય મુજબ હવેથી એએમટીએસ દ્વારા આપવામાં આવતાં માસિક પાસ બંધ કરવામાં આવ્યાં છે.એએમટીએસ દ્વારા અપાતાં માસિક પાસ બંધ થશે જેમાં માસિક સર્વિસ પાસ, મનપસંદ પાસ બંધ થશે. હવેથી ફક્ત ત્રિમાસિક સર્વિસ પાસ માટે જનમિત્ર કાર્ડ આપવામાં આવશે. તેમ જ આ નવા પાસ કઢાવવા માટે  ખાનગી બેંકનું સ્માર્ડકાર્ડ મેળવવું ફરજિયાત છે.

નવા જનમિત્ર પાસ કઢાવવા માટે ફોર્મ ભરતાં સમયે આધારકાર્ડ આપવું ફરજિયાત છે.

આ સાથે 31 માર્ચે પૂર્ણ થતાં કે અન્ય સમયે પૂર્ણ થતાં જૂના એકપણ પાસ રીન્યૂ કરવામાં નહીં આવે. આવતીકાલથી આ નવા પ્રોજેક્ટનો અમલ શરુ થઇ રહ્યો છે.

એએમટીએસ દ્વારા અપનાવવામાં આવેલાં જનમિત્ર કાર્ડ અમદાવાદની બીઆરટીએસમાં શરુ કરવામાં આવ્યાં છે. જોકે નાગરિકો મોટી સંખ્યામાં જનમિત્ર કાર્ડમાં રસ ધરાવતાં હોવા છતાં યોગ્ય રીતે કામગીરી થતી ન હોવાની ફરિયાદ છે ત્યારે વધુ પ્રમાણમાં આ કાર્ડ મેળવવા થનારા ધસારાને તંત્ર યોગ્ય પ્રતિસાદ આપે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.