અંબાજીઃ ગબ્બરની રોપવે સેવા 6 દિવસ માટે બંધ રહેશે

0
2296

અંબાજી– યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર ચાલતી રોપ-વેની સેવા આજથી 6 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીને લઈને મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માં અંબાના દર્શન કરવા માટે ગબ્બર પર આવતા હોય છે. તે સમયે મોટી સંખ્યામાં ભક્તો રોપ-વે દ્વારા પર ગબ્બર પર પહોંચે છે. ત્યારે આ પૂર્વે રોપ-વેનું મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી હાલ આ સેવા 6 દિવસ માટે બંધ કરવામાં આવી છે.યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર રોપ-વે ઉડન ખટોલા આજ થી 6 દિવસ માટે બંધ રહેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી 18 માર્ચથી ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે. અને નવરાત્રીના દિવસોમાં આદ્યશક્તિ માં અંબાજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ગબ્બર પર આવતા હોય છે. ત્યારે આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેથી યાત્રીકોની સલામતીને ધ્યાને લઈ રોપ-વેનું આજથી મેન્ટેનેન્સ કામ હાથ ઘરવામાં આવ્યુ છે. આ કામ સતત 6 દિવસ સુધી ચાલશે, જેથી અંબાજીનું રોપ વે આજે સોમવારથી 6 દિવસ માટે સદંતર બંધ રહેશે અને 18 માર્ચ એટલે કે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી રાબેતા મુજબ ચાલુ કરાશે.

તસ્વીર અને અહેવાલ- ચિરાગ અગ્રવાલ